વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન ‘અસાની’ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બંગાળની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલું લો પ્રેશર આજે પ્રવર્તે તેવી શક્યતા છે અને ચક્રવાતી તોફાન અસાનીની પૂરેપૂરી શક્યતા છે. જાનમાલના નુકસાનને જોતા સેનાને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરવામાં આવી છે. આંદામાન પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિક લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. આંદામાનમાં ભારે વરસાદની સંભાવના છે. સેનાના જવાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે વાવાઝોડું આંદામાન અને નિકોબારમાંથી પસાર થઈને મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ વળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહેલા ભારે પવન સાથે વાવાઝોડું આવશે અને તે ચક્રવાત તોફાનમાં પરિણમશે.
બીજી તરફ, ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે સોમવારે એટલે કે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે કારણ કે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આજે સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બનશે તો ચક્રવાત આસાની તરીકે ઓળખાશે. જે શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવેલ નામ છે.