Thursday, December 26, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅફઘાન છોડવા માટે સેંકડો મહિલાઓના ઘડિયા લગ્ન !

અફઘાન છોડવા માટે સેંકડો મહિલાઓના ઘડિયા લગ્ન !

એરપોર્ટ પર એકલી મહિલાઓને એન્ટ્રી મળતી ન હોય, અનેક મહિલાઓએ ત્યાં હાજર પુરૂષોને પતિ બનાવી દીધા

- Advertisement -

અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો દેશ છોડવા માંગતા હતા. તેમની લાચારીની વાતો હવે બહાર નીકળીને આવી રહી છે. મહિલાઓને અફઘાનિસ્તાન છોડવામાં સૌથી વધારે તકલીફનો સામનો કરવો પડયો. વિદેશ જવા માટે કાબુલ એરપોર્ટમાં પ્રવેશવા માટે કેટલીય અફઘાની યુવતીઓએ બળજબરીથી લગ્ન કરવા પડયા હતા.

કાબુલ એરપોર્ટ પર એકલી યુવતીઓ અને મહિલાઓને પ્રવેશવામાં તકલીફ પડી રહી હતી. તેના લીધે ત્યાં કેટલીય યુવતીઓના પરાણે કે બળજબરીથી લગ્ન કરાવાયા હતા. આ સિવાય કેટલીય મહિલાઓએ કેટલાય પુરુષને તેમના પતિ બતાવ્યા ત્યારે તેમને ફલાઇટમાં પ્રવેશ મળ્યો.

આ મામલો મોટાભાગે તેવી મહિલાઓનો છે જે અફઘાનિસ્તાનથી પહેલા યુએઇ ગઈ અને પછી અમેરિકા માટે રવાના થઈ. આટલું જ નહી કેટલાક કુટુંબોએ કેટલાક પુરુષોને નાણાઆપ્યા જેથી તે તેમની છોકરીઓ સાથે લગ્ન કરી લે અને પછી તેને લઇને અફઘાનિસ્તાન છોડી દે. અમેરિકન વિદેશ મંત્રાલય આ કેસમાં યુએઇમાં ઉપલબ્ધ તેના અધિકારીઓની મદદ માંગી રહ્યું છે. તેની સાથે આ રીતે અમેરિકા પહોંચનારી મહિલાઓની શોધ પણ કરવામાં આવી રહી છે.

- Advertisement -

તાલિબાને અફઘાનિસ્તાન પર 15 ઓગસ્ટે કબ્જો કર્યા પછી દેશમાં મહિલાઓના ભવિષ્યને લઈને સવાલ ઉઠવા લાગ્યા હતા. કાબુલ એરપોર્ટથી મોટાભાગે જે વિમાનો જતા હતા તેમા પુરુષ પ્રવાસીઓની સંખ્યા વધારે હતી. આ ઉપરાંત જે લોકો તેના કુટુંબ સાથે જતા હતા તેને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું.

મહિલાઓએ તેમના ભવિષ્યને લઈને જે ડર વ્યક્ત કર્યો હતો તે હવે સાચો થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને હવે મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત યુવક-યુવતીઓ જોડે ભણી પણ નહી શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular