Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમાનવતા સર્વોચ્ચ, દેશભકિત-રાષ્ટ્રવાદ તે પછીનાં ક્રમે: હાઇકોર્ટ

માનવતા સર્વોચ્ચ, દેશભકિત-રાષ્ટ્રવાદ તે પછીનાં ક્રમે: હાઇકોર્ટ

- Advertisement -

અશોક ચક્ર સહિત તિરંગાના રંગો સાથે દેશનો નકશો દોર્યો હોય તેવી કેક કાપવાથી કે ખાવાથી રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન થતું નથી તેવો ઐતિહાસિક ચૂકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે. હાઈકોર્ટે આ અંગે નોંધ્યું છે કે, દેશભક્તિ માત્ર બાહ્યાચારથી નક્કી ન થાય. તેની પાછળનો ઈરાદો જ દેશભક્તિનો ખરો માપદંડ કહેવાય.

- Advertisement -

રાષ્ટ્રધ્વજના રંગો સાથેના ભારતનો નકશો અને અશોક ચક્ર ધરાવતી કેક કાપનારાઓ સામે કોયમ્બતુર પોલીસને ગુનો નોંધાવા માટે મેજિસ્ટ્રેટે દિશાનિર્દેશ આપ્યા હતા. જે અંગેનો કેસ મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એન. આનંદ વેંકટેશે કાઢી નાંખ્યો હતો.

તેમણે ચૂકાદો આપતાં જણાવ્યું કે, રાષ્ટ્રાભિમાનની પ્રતિકાત્મકતા એ દેશભક્તિનો પર્યાય નથી. જેમ કેક કેવી રીતે કાપવી એ કંઈ દેશભાવનાથી વિરૂદ્ધ નથી. તેમણે ઊમેર્યું કે, જો રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનનો આવો જ અર્થ કરીશું તો લોકો રાષ્ટ્રધ્વજથી જ દૂર જઈ જશે.

- Advertisement -

આ ચૂકાદાની સાથે હાઈકોર્ટે આ કેસને રાષ્ટ્રીય સમ્માન અધિનિયમ 1971નું ઉલ્લંઘન માનવાનો પણ ઈનકાર કરી દીધો હતો. નોંધપાત્ર છે કે, 25મી ડિસેમ્બર, 2013ના રોજ કોયમ્બતુર જિલ્લામાં અશોક ચક્ર સહિત તિરંગામાં રંગાયેલા દેશના નકશાની આકૃતિ ધરાવતી એક વિશાળ કેક કાપવામાં આવી હતી અને તે એક હજાર બાળકો સહિત અઢી હજારથી વધુ લોકોને વહેંચવામાં આવી હતી.

આ ઉજવણીમાં કોયમ્બતુરના તત્કાલીન જિલ્લા કલેકટર, ડેપ્યુટી પોલીસ કમિશનર, વિવિધ ધર્મોના અગ્રણીઓ તેમજ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા, તેમ ફરિયાદી ડી. સેન્થીલકુમારે જણાવ્યું હતુ. જોકે આ ચૂકાદાથી તમામને રાહત મળી છે. જસ્ટીસે એમ પણ ઊમેર્યું કે, સમારંભ પુરો થયો ત્યારે ત્યાંથી જઈ રહેલા લોકોના મનમાં કેવી લાગણી હતી, તે પણ ધ્યાનમાં લેવામાં આવવી જોઈએ.

- Advertisement -

શું તેઓ આ મહાન દેશની સાથે જોડાયેલા હોવાના કારણે આત્મગૌરવ અને સન્માનની લાગણી અનુભવી હતી કે પછી ઉજવણી દરમિયાન એક કેક કપાવાથી દેશનું ગૌરવ ઓછું થઈ ગયું હતુ ? સહેજ પર ખચકાટ વિના આ કોર્ટ કહી શકે છે કે, તમામ સહભાગીઓએ કાર્યક્રમના અંતે આત્મગૌરવ અને દેશ પ્રત્યે સન્માનની લાગણી જ અનુભવી હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular