Thursday, December 26, 2024
HomeવિડિઓViral Videoયુક્રેનની માનવતા !… રશિયન સૈનિકોને ચા પીવડાવી માતા સાથે વાત કરાવી... જુઓ...

યુક્રેનની માનવતા !… રશિયન સૈનિકોને ચા પીવડાવી માતા સાથે વાત કરાવી… જુઓ વિડીઓ

- Advertisement -

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયાના સૈનિકો યુક્રેનમાં ઘુસીને હુમલાઓ કરી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. તે છે સરન્ડર થયેલા રશિયાના સૈનિકનો. આ વિડીઓમાં સરન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું કે તે સલામત છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો છે અને રશિયન સૈનિકની તેની માતા સાથે વાત કરાવનાર યુક્રેની પણ રડી રહ્યા છે.

- Advertisement -

“અહીં કરુણાને પુતિનની નિર્દયતા સાથે સરખાવો,” જેણે ટ્વીટર પર આ વિડીઓ શેયર કર્યો છે તે બઝફીડના સંવાદદાતા ક્રિસ્ટોફરે ટ્વીટર કેપ્શનમાં આમ લખ્યું છે. વિડીઓમાં ઘણા બધા લોકોએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે યુક્રેનની માનવતા છે આ. યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેન ઘણું બરબાદ થઈ ગયું છે અને સામે રશિયન સૈનિકો પણ ઢીલા પડ્યા છે. ગઈ કાલે સાંજે જ યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સકીએ કહ્યું છે કે, આ મહાશક્તિના યોદ્ધા નથી, આ ડરેલા છોકરાઓ છે. તેમનું મનોબળ હવે ઘટી રહ્યું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular