એક મહત્વના નિર્ણયમાં વિદ્યુત મંત્રાલયે સરકારી કાર્યાલયો, વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને ઔદ્યોગિક એકમો સહિતના ક્ષેત્રોમાં વર્તમાન વિજળીના મીટરને સ્માર્ટ પ્રીપેડ મીટરમાં બદલવા માટેની સમયમર્યાદા જારી કરી દીધી છે. વિદ્યુત મંત્રાલયે કહ્યું છે કે બ્લોક સ્તર અને તેના ઉપરના તમામ સરકારી કાર્યાલયો, તમામ ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમોને ડિસેમ્બર 2023 સુધીમાં સ્માર્ટ મીટર મારફતે વિજળીની આપુર્તિ થવી જોઈએ.
મોટાભાગના વીજ ગ્રાહકાએ ડિસેમ્બર 2023 સુધીમાં, રાજ્યોને વિશેષ પરિસ્થિતિમાં વધુમાં વધુ ડિસેમ્બર 2024 અને બાકી રહેલા ક્ષેત્રોના ગ્રાહકોને માર્ચ 2025 સુધીમાં સ્માર્ટ પ્રીપેડ મીટર અપનાવવા પડશે. મંત્રાલયે જારી કરેલી અધિસુચનામાં કહ્યું છે કે દેશભરમાં જે વિસ્તારોમાં સંચાર વ્યવસ્થાની પહોંચ છે ત્યાં સુધી કૃષિ કાર્યોને છોડીને અન્ય તમામ પ્રકારના ગ્રાહકોને પ્રીપેડ મીટરની આપુર્તિ કરવામાં આવશે.
મંત્રાલયની અધિસુચના અનુસાર તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિસેમ્બર 2023 સુધી ગ્રાહકોએ પ્રીપેડ મીટર અપનાવી લેવું પડશે. સંચાર સુવિધા ધરાવતા ક્ષેત્રોમાં કૃષિ ઉપયોગકર્તાઓને બાદ કરીને તમામ ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર સાથે વીજ આપુર્તિ કરવામાં આવશે. તમામ કેન્દ્ર શાસિત ક્ષેત્રો, 2019-20માં 15 ટકાથી વધારે એટી એન્ડ સી (કુલ ટેક્નીકલ અને વાણિજ્યિક) નુકશાન ધરાવતા શહેરી ક્ષેત્રોમાં 50 ટકાથી વધારે ઉપભોક્તા ધરાવતા ક્ષેત્ર, નાણાંકીય વર્ષ 2019-20માં 25 ટકાથી વધારે એટી એન્ડ સી નુકશાન ધરાવતા ક્ષેત્ર અને તમામ બ્લોક અને તેનાથી ઉપરના સ્તરના સરકારી કાર્યાલય અને તમામ ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમોને ડિસેમ્બર 2023 સુધીમાં સ્માર્ટ મીટરથી જોડવામાં આવશે. જ્યારે બાકી રહેલા તમામ ક્ષેત્રો માટે સમયમર્યાદા માર્ચ 2025 સુધીની નક્કી કરવામાં આવી છે.
વીજ મંત્રાલય અનુસાર રાજ્યોના વીજ નિયામક આયોગોને વ્યવસ્થા લાગુ કરવામાં બે વખત વિશેષ પરિસ્થિતિમાં અમુક ગ્રાહકો અને ક્ષેત્રો માટે સમયમર્યાદા લંબાવવાની સુવિધા આપવામાં આવશે. જો કે બન્ને વખત આ મર્યાદા 6-6 મહિનાથી વધારે નહીં હોય એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં નવી વ્યવસ્થા લાગુ કરવી પડશે. અન્ય તમામ ક્ષેત્રોમાં સમયમર્યાદા માર્ચ 2025ની રાખવામાં આવી છે. જો કે જે ક્ષેત્રોમાં હજી સુધી સંચાર વ્યવસ્થા પહોંચી નથી તે અંગે જે તે રાજ્યના નિયામક આયોગ નિર્ણય કરશે.
વીજળીના સ્માર્ટ (પ્રિ-પેઇડ) મીટરો કેવી રીતે લગાડવામાં આવશે?
વિદ્યુત મંત્રાલય દ્વારા જાહેર થઇ સમયમર્યાદા: આ નવી વ્યવસ્થામાં ખેતીવાડી વિજજોડાણોને બાદ રાખવામાં આવ્યા છે