ગુજરાત ATS એ બેંગ્લુરૂથી અલ કાયદાની મહિલા આતંકવાદી શમા પરવીનની ધરપકડ કરી તે ભારતમાં ધાર્મિક હિંસા ફેલાવવાનું કાવતરુ ઘડી રહી હતી અને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના સંપર્કમાં હતી. ત્યારે શમા પરવીન ભારતમાં અલ કાયદાની જાળ કેવી રીતે ફેલાવી રહી હતી…? ATS એ કર્યો ખુલાસો..જાણો.
બેંગ્લુરૂમાં સામાન્ય જીવન જીવતી શમા પરવીન ખરેખર પડદા પાછળ ભારતના વિરૂધ્ધમાં ખતરનાક કાવતરુ ઘડી રહી હતી. સામાન્ય તે સીધી સાધી દેખાતી શમા અલ કાયદા ઈન્ડિયા સબકોન્ટિનેન્ટની મોડયુલ લીડર હતી તે સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા લોકોમાં ઝેર પ્રસરાવી રહી હતી. ભારતની એકતાને તોડવાનો કાવતરા ઘડી રહી હતી. ધાર્મિક હિંસા ફેલાવવાનું તેનું કાવતરું હતું. કટ્ટરપંથી વિચારસરણીને વેગ આપી રહી હતી. ત્યારે ગુજરાત ATS એ એવા નેટવર્કનો પર્દાફાશ કર્યો જે સોશિયલ મીડિયાના માધ્યમથી જેહાદ કરી રહી હતી. AQIS સાથે સંકળાયેલી મહિલા આતંકવાદી શમા પરવીનની ધરપકડ બાદ વધુ એક મોટો ખુલાસો થયો.
આ નેટવર્કનો હેતુ ભારતમાં ધાર્મિક આધાર પર તણાવ અને હિંસા ફેલાવવાનો હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પાકિસ્તાનના સતત સંપર્કમાં હતી. ગુજરાત ATS એ કર્ણાટકની રાજધાની બેંગ્લુરૂથી શમાની ધરપકડ કર્યા બાદ આ અનેક નેટવર્કના સ્તરો ખુલ્યા તેના ઉદેશ ભારતીય યુવાનોને ભડકાવીને કટ્ટરપંથીને વેગ આપવાનો હતો. ભારતમાં ધાર્મિક હિંસા ફેલાવવાના કાવતરા ઘડાઇ રહ્યા હતાં. તે મૌલાના અસીમ ઉમર ઉર્ફે સના ઉલ હકથી પ્રભાવિત હતી જે AQIS નો હેડ હતો.
જેની ATS એ આતંકવાદી ષડયંત્રની માસ્ટર માઈન્ડ તરીકે ધરપકડ કરી તે સામાન્ય લોકો વચ્ચે હિજાબ પહેરીને રહેતી સામાન્ય લાગતી યુવતી છે. જે યુવાનોનું બે્રઇનવોશ કરીને તેને આતંકવાદ તરફ દોરી રહી હતી. શમા પરવીન પાસેથી મળેલા ઉપકરણો તેના પાકિસ્તાન સાથે સીધા સંપર્કના પુરાવા છે. પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશોના લોકો પણ તેના નેટવર્કમાં સામેલ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, લગભગ એક અઠવાડિયા પહેલાં દિલ્હી, નોઇડા અને ગુજરાતમાં થી AQIS સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમની પુછપરછ કરવામાં આવી ત્યારે શમા પરવીનનું નામ સામે આવ્યું ત્યારબાદ ગુજરાત ATS એ તેને શોધવાનું શરૂ કર્યુ.
30 વર્ષની શમા કોમર્સ ગ્રેજ્યુએટ છે. ગુજરાત ATS ને તેણીના નેટવર્કની માહિતી મળતા જ તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી હતી. AQIS સાથે સંકળાયેલા પાંચ આતંકવાદીઓ પકડાયા છે. આ સમયે આધુનિક યુગમાં સૌ કોઇનો સાથી એવા સોશિયલ મીડિયાને હથિયાર બનાવી તેઓ કટ્ટરવાદી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહ્યા હતાં. પુછપરછ દરમિયાન ATS ને જાણવા મળ્યું કે, શમા સૌથી વધુ દિલ્હીથી પકડાયેલા મોહમદ નામના આતંકવાદી સાથે સંપર્કમાં હતી તે નકલી આઈડીનો ઉપયોગ કરતી એટીએસ એ તેની પાસેથી એક મોબાઇલ અને લેપટોપ જપ્ત કર્યા જેમાંથી મહત્વની માહિતી મળી શકે તેમ છે. જ્યારે શમા પરવીનના આ વલણ અને ગતિવિધિઓ અંગે તેનો પરિવાર અજાણ હતો. એજન્સીઓની ચિંતા વધી છે કે આતંકવાદી સંગઠનમાં હવે મહિલાઓનો પ્રવેશ થઈ રહ્યો છે. હવે પહેલાની જેમ બોમ્બના કાવતરા નહીં પરંતુ અંદરખાને છુપી રીતે બોમ્બ વિસ્ફોટ જેવા જ કાવતરા ઘડાઇ રહ્યા છે.


