દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સામાન્ય રીતે દરેક ઘરોમાં મીઠાઇ હોવું સામાન્ય છે. લોકો બજારમાંથી મીઠાઇ ખરીદે છે. સ્નેહમિલન જેવા કાર્યક્રમોમાં પનીરના પંજાબી શાક ખવાતા હોય છે. તો વળી બજારમાંથી માવો લઇને ઘરે મીઠાઇ બનતી હોય છે ત્યારે ભેળસેળયુકત આહારની ઓળખ કઇ રીતે કરવી અને તેનાથી કઇ રીતે બચવું તે જાણીએ.
બનાવટી માવાને કઇ રીતે ઓળખશો ? માવા પર આયોડિન સોલ્યુશન નાખી જુઓ જો તે કાબુ કે, ડાર્ક બ્લુ થઇ જાય તો સમજવું કે માવો બનાવટી છે.
* બનાવટી માવાને પણ આયોડિન સોલ્યુશન નાખી તે પારખી શકાય છે.
* પનીરને હાથથી મસળવું રગડેલા હાથમાં જો તેલનો સ્મેલ આવે તો સમજવું કે પનીરમાં મિલાવડ કરાઇ છે.
* પનીર વધુ ચીકણું દેખાય અને ડીશ બનાવતી વખતે વાસણમાં ચોંટે તો સમજવું કે ભેળસેળવાળું પનીર છે.
* મીલાવટવાળી મીઠાઇ ઓળખવા માટે શું કરશો ? ચાંદીના વરખવાળી મીઠાઇના વરખને હથેળીમાં લઇને ઘસો ો તે ુધ્ધ ચાંદી હશે તો તે ગાયબ થઇ જશે ને એલ્યુમિનિયમ ફોઇલ મીકસ હોય તો તે વળીને ગોળી બને જશે.
* સોનપાપડીમાં ભેળસેળની તપાસ કરવા તેની સ્મેલથી ખબર પડે છે. જો તેમાં ઘી ના બદલે વેજીટેબલ ઓઇલ મીકસ કરાયું હોય તો તેની સ્મેલ જ અલગ અલગ આવે છે.
* પેક મીઠાઇ ખરીદતા પહેલાં તેની એકસપાયરી ડેટ ચેક કરવી વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવાથી આમ મીલાવટ વાળી મીઠાઇથી બચી શકાય છે.