સરકારે એક નવા ફાસ્ટેગ પાસની જાહેરાત કરી છે. જે 3000 રૂપિયામાં એક વર્ષ માટે આપવામાં આવશે. જેમાં પેસેન્જર વાહનોને 200 ટ્રીપ મળશે. જેનાથી ઘણાં પૈસા બચશે. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર મુસાફરી કરતા લોકો માટે આ વધુ ફાયદાકારક છે.
કેન્દ્ર સરકારે ટોલ સિસ્ટમને સરળ અને સુવિધાજનક બનાવવા માટે એક મોટું પગલું ભર્યુ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટથી દેશભરમાં વાર્ષિક ટોલપાસ જારી કરવામાં આવશે. આ વાર્ષિક ટોલ પાસ ફકત 3000 રૂપિયામાં આપવામાં આવશે. જેમાં પેસેન્જર વાહનો કાર, જીપ અથવા અન્ય કોઇપણ વાહન 200 ટોલ પાર કરી શકશે. એટલે કે દરેક ટ્રીપ પર ફકત 15 રૂપિયા ખર્ચ થશે. હાલમાં દરેક ટ્રીપ પર 50 થી 80 રૂપિયા ખર્ચ થાય છે. સરકારનો દાવો છે કે, આનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભીડ ઓછી થશે અને વાહનો અટકયા વિના ઝડપથી ટોલ પાર કરશે જેનાથી વધુ સમય બચશે.
કેન્દ્રીય મંત્રી કહે છે કે, 200 ટોલ પાર કરવામાં લગભગ 10 હજાર ખર્ચ થાય છે પરંતુ, હવે આ કામ ફકત 3000 માં થશે. જેથી પેસેન્જરોને 7000 ની બચત થશે. આ પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર કામ કરે છે. જો તમે દિલ્હીથી મુંબઇ કે ચેન્નાઈથી બેંગ્લોર જઈ રહ્યા છો તો આ પાસ સ્કેન કરવામાં આવશે. રાજ્ય ધોરીમાર્ગો માટે કે સ્થાનિક ટોલ માટે આ પાસ નથી. સરકાર અને NHAI નો ઉદેશ ટોલ સિસ્ટમને સરળ અને સુધારવાનો છે. આ પાસ મેળવવો ખૂબ સરળ રહેશે. NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રાલય ટૂંક સમયમાં હાઈવે યાત્રા એપ અને NHAI/MORTH વેબસાટસ પર એક અલગ લિંક પ્રદાન કરશે પછી તમે તેના માટે અરજી કરી શકો છો.


