અનેક વખત રસ્તા પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના બનાવો સામે અવતા હોય છે. ટ્રાફિક નિયમોના ભંગના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. ત્યારે વડોદરા શહેર પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિઓ વડોદરાનાં ભીમનાથ બ્રીજ પાસેના ક્રોસિંગનો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે એક્ટિવા લઇને આવતી આ યુવતી સિગ્નલ પર ઉભેલી કાર સાથે ટકરાય છે.
વડોદરા શહેર પોલીસે અપલોડ કરેલા વિડીઓમાં જોઈ શકાય છે કે ચાર રસ્તા પર સિગ્નલ બંધ છે ત્યારે એક યુવતી સિગ્નલ તોડી રસ્તો ક્રોસ કરે છે. એક્ટિવા લઇને આવતી આ યુવતી સિગ્નલ પર ઉભેલી કાર સાથે ટકરાય છે. આ વિડીઓ અપલોડ કરી પોલીસે લખ્યું છે કે સિગ્નલ તોડવું કેટલું ભયજનક હોઈ શકે છે.. આપ પોતે જ જુઓ.. આ વિડીઓ જોઈને ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરવું જોઈએ તે સમજવું જરૂરી છે.