જામનગર જીલ્લામાં વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ગામડાઓમાં પણ વિવિધ સેન્ટરો પર 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. 16 જાન્યુઆરીથી 4મે સુધીમાં જામનગર જીલ્લાના 6તાલુકાના ગામડાઓમાં 45 વર્ષથી વધુ ઉંમરના 142744 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ જયારે 38648 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. એટલે કે 45વર્ષથી વધુ ઉંમરના 181392 લોકોએ વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. જામનગર જીલ્લાના 6 તાલુકા ધ્રોલ,જામજોધપુર, જામનગર, જોડીયા, કાલાવડ, લાલપુર મળીને 45 વર્ષથી વધુની વય ધરાવતા 201395 પૈકી હજુ પણ 20003 લોકોએ વેક્સીન લીધી નથી. તેમજ પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ન લેનારની સંખ્યા 104096 છે.
જે પૈકી ધ્રોલમાં 45 વર્ષથી વધુ વયના 22825 લોકો પૈકી 13563 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ જયારે 4563 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. મતલબ કે પ્રથમ ડોઝ લીધા બાદ 20% લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.
જામજોધપુરમાં 45 વર્ષથી વધુ વયના 35548 લોકો પૈકી 23949લોકોએ પ્રથમ જયારે 7997 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. એટલે કે પ્રથમ ડોઝ લીધા બાદ 22% લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.
જામનગરમાં 45 વર્ષથી વધુ ઉંમરના 55522 લોકો છે. જે પૈકી 45547 લોકોએ પ્રથમ ડોઝ જયારે 10551લોકોએ બીજો ડોઝ લીધો છે. એટલે કે 19% લોકોએ બીજો ડોઝ લીધો છે.
જોડીયામાં 45 વર્ષથી વધુ વયના 16787 લોકો પૈકી 9976 લોકોએ પ્રથમ જ્યારે 3952 લોકોએ બીજો ડોઝ લીધો છે. એટલે કે 24% લોકોએ બીજો ડોઝ લીધો છે.
કાલાવડમાં 45 વર્ષથી વધુ વયના 38311 લોકો પૈકી પ્રથમ ડોઝ લેનારમાં 25006 જયારે 5671 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે એટલે કે 15% લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.
લાલપુરમાં અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ ઉંમરના 32402 લોકોએ વેક્સીન લીધી છે. જે પૈકી 24703 લોકોએ રસીનો પ્રથમ જયારે 5914 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. મતલબ કે પ્રથમ ડોઝ લીધા બાદ વેક્સીનનો બીનો ડોઝ લેનાર 18% લોકો છે.