Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં હજુ કેટલાં દિવસ ગાત્રો થીજવસે ઠંડી...

રાજ્યમાં હજુ કેટલાં દિવસ ગાત્રો થીજવસે ઠંડી…

રવિવારે સવારે જામનગરમાં કેટલી રહી ઠંડી, જાણો...

- Advertisement -

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગગયું છે. સતત બીજા દિવસે પાટનગર ગાંધીનગરમાં ગાત્રો થિજવતી ઠંડી પડતાં લોકો ઠુંઠવાયા હતા. ગાંધીનગરમાં રાજ્યમાં સૌથી નીચુ 8.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. શહેરમાં પણ ૧૩.૪ ડીગ્રી ન્યુનતમ તાપમાન સાથે ઠંડનો ચમકારો રહ્યો હતો.

- Advertisement -

અમદાવાદ શહેરમાં 10.7 ડિગ્રી જ્યારે નલિયા અને કંડલા એરપોર્ટનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયુ હતુ. જોકે આગામી બે-ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. તેવા હવામાન નિષ્ણાંતો દ્વારા સંકેતો મળ્યાં છે.

રાજ્યમાં બે દિવસ પહેલા ઉનાળા જેવી ગરમી શરૂ થઇ ગઇ હતી. મોટાભાગના શહેરોનું તાપમાન 18 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. પરંતુ બે દિવસથી તાપમાન ગગડતાં ફરી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. માઉન્ટઆબુમાં તાપમાન ફરી ગગડયું છે. ગુરુશિખર પર તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular