Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકેટલાં સમય સુધી આધાર કાર્ડ ઓનલાઈન અપડેટની સેવા ફ્રી મળશે ?

કેટલાં સમય સુધી આધાર કાર્ડ ઓનલાઈન અપડેટની સેવા ફ્રી મળશે ?

- Advertisement -

પહેલા લોકોને આધાર પોર્ટલ પર દસ્તાવેજો અપડેટ કરવા બદલ 25 રૂપિયા ચૂકવવા પડતા હતાં એક ઓફીશિયલ નિવેદન મુજબ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડીયા એ નાગરિકોને તેમના આધાર દસ્તાવેજો મફત ઓનલાઈન અપડેટ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. જેનાથી લાખો લોકોને ફાયદો થશે. આ મફત સેવા આગામી ત્રણ મહિના એટલે કે 15 માર્ચથી તા.14 જૂન સુધી ઉપલબ્ધ રહેશે.

- Advertisement -

આધાર માટે રજીસ્ટે્રશનની તારીખ 10 વર્ષ પૂર્ણ થયા બાદ સહાયક દસ્તાવેજોને અપડેટ કરી આધાર અપડેટ કરાવવું પડે છે. થોડા દિવસ પહેલાં UIDAI એ કહ્યું હતું કે, ‘જો તમારું આધાર 10 વર્ષ પહેલાં બનાવાયું હોય તો તેને એક વખત પણ અપડેટ કરવામાં આવ્યું નથી તો ઓળખનો પૂરાવો અને સરનામાનો પૂરાવો સબમીટ કરાવીને અપડેટ કરાવવાનું રહેેશ. ત્યારે ઓનલાઈન અપલોડ કરવાની ફી 25 અને ઓફલાઈન 50 રૂપિયા હતી જે અત્યારે માફ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular