ધીમે-ધીમે લોકો સ્વાસ્થય માટે જાગૃત્ત થઈ રહ્યા છે. લોકો સ્વાસ્થ્યને લાભકારી એવા ફ્રુટ અને ડ્રાયફ્રુટને પોતાની ડાયેટમાં સામેલ કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ છે કે, અંજીરનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તે અંજીર અસલી છે કે નકલી કેવી રીતે જાણી શકાશે…? તો તેની પરખ કરવાની રીત જાણીએ..
અંજીર શરીર માટે અત્યંત ફાયદાકારક છે પરંતુ જો તે અસલી હોય તો બજારમાં હાલ કેટલીય ચીજો છે જે બનાવટી અને ભેળસેળ યુકત મળે છે કેટલાંય ફળો છે જેને કેમિકલથી પકવવામાં આવે છે ત્યારે આરોગ્યની જાળવણી માટે ખવાતા ફ્રુટ અને ડ્રાયફ્રુટ શું આરોગ્યને નુકસાન તો નથી કરી રહ્યા ને…? તે જોવું ખુબ જરૂરી છે. ડ્રાયફ્રુટ માત્ર સ્વાદ જ નહીં પરંતુ, શરીરને મજબુત પણ બનાવે છે જેમાંથી એક અંજીર છે જે લોકોને ગમે છે. જીમમાં જતા યુવાનો અને ડાયાબિટીસના દર્દીઓ, અંજીર દરેક માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ, બજારમાં ઉપલબ્ધ દરેક અંજીર સ્વાસ્થ્ય માટે સારું હોય તે જરૂરી નથી. અસલી અને નકલી અંજીર વચ્ચે તફાવત કરવો ખુબ જ મહત્વનો છે. કારણ કે, નકલી અથવા પ્રોસેસ્ડ અંજીર શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ અસલી કે નકલી અંજીરને પરખ કેવી રીતે કરવી..?
રંગ પારખો :
જ્યારે તમે અંજીર ખરીદવા જાઓ છો ત્યારે પહેલાં તેનો રંગ તપાસો. જો અંજીર ખુબ પીળા, સોનેરી કે ચમકદાર દેખાય છે તો સમજો કે તે અંજીરને રસાયણોથી પ્રોસેસ કરવામાં આવ્યા છે. બીજી તરફ આછા ભુરા કે ઘેરા રંગના અંજીર જે ખુબ ચમકતા નથી દેખાતા તે અસલી છે.
ગંધ તપાસો :
વાસ્તવિક અંજીરમાં હળવી મિઠાશ જેવી કુદરતી સુગંધ હોય છે. બીજી બાજુ નકલી અંજીરમાં તમને વિચિત્ર ગંધ આવી શકે છે.
ટેકસચર :
અસલી અને નકલી અંજીર ઓળખવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, તેની વચ્ચેથી તોડીને તપાસો જો અંજીર અંદરથી લાલ કે મરૂન રંગનું હોય અને તેમાં નાના બીજ દેખાય તો સમજો કે તમારા હાથમાં અસલી અંજીર છે. જો અંદરથી સફેદ કે પીળો હોય તો તેમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્પર્શ દ્વારા તપાસો :
અસલી અંજીર સ્પર્શમાં થોડું નરમ હોય છે અને ચીકણુ હોય છે. જ્યારે નકલી ખુબ જ કડક અને સુકુ હોય છે.

આમ, ડ્રાયફ્રુટમાં અંજીરને રાજા ગણવામાં આવે છે. વાસ્તવિક અંજીર અને સ્વાસ્થ્ય બન્ને માટે ઘણાં અદભુત ફાયદા લાવે છે. પરંતુ, જો નકલી અંજીરનું સેવન કરી લઇએ તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.


