કોઈપણ કુદરતી ઘટના અથવા બનાવમાં પાણી અને આગમાં ફસાયેલા વ્યક્તિઓને સૈનિકો તથા ફાયરના જવાનો દ્વારા જીવના જોખમે બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે.
આવા અનેક કિસ્સાઓ બહાર આવે છે ત્યારે લોકોને જાનના જોખમે બચાવવાના કિસ્સાઓ તો ઘણાં હોય છે. ત્યારે જામનગરમાં એક ફસાયેલા પક્ષીને પ્રકૃતિ પ્રેમી એ જાનના જોખમે બચાવ્યાના કિસ્સામાં શહેરમાં આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે પક્ષીની ઝાળીમાં એક કબુતર ફસાયેલું હોવાનું જાણ થતા શહેરના પ્રકૃતિ પ્રેમ ધવલ રાવલ સ્થળ પર પહોંચી ગયો હતો અને ત્રીજા માળે બિલ્ડિંગની બહારની બારી ઉપર પહોંચવું મુશ્કેલ હતું છતાં બન્ને પગના સહારે સૈનિકની જેમ ફસાયેલા કબુતરનો જીવ બચાવ્યો હતો.