Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પાલિકાની જગ્યા પર ગેરકાયદેસર દબાણકર્તા પાસેથી હાઉસ ટેક્સ વસુલાસે

ખંભાળિયા પાલિકાની જગ્યા પર ગેરકાયદેસર દબાણકર્તા પાસેથી હાઉસ ટેક્સ વસુલાસે

પાલિકાની સામાન્ય સભામાં ચાલીસ જેટલા ઠરાવ પર મંજૂરીની મહોર

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાના નવા વરાયેલા હોદ્દેદારો સાથેની પ્રથમ જનરલ બોર્ડ ગઈકાલે સોમવારે સાંજે પાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ સામાન્ય સભામાં ભાજપના 26 પૈકી ચાર સભ્યો સોનલબેન વાનરિયા, હીનાબેન આચાર્ય, રશ્મિબેન ગોકાણી તેમજ મહેશ રાડિયા ઉપરાંત કોંગ્રેસના લાખીબેન પતાણી તેમજ બ.સ.પા.ના ઝાહીરાબેન પરિયાણી ગેરહાજર રહ્યા હતા.

- Advertisement -

નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અમિતકુમાર પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ જનરલ બોર્ડમાં એજન્ડામાં દર્શાવવામાં આવેલા ઠરાવ જેવા કે નગરપાલિકા વિસ્તારમાં આવેલી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલા ઈસમો પાસેથી હાઉસ ટેક્સ વસૂલ કરવા, ઘી નદી પર રિવરફ્રન્ટ બનાવવા, ખંભાળિયા નગરપાલિકા વિસ્તારને લગત આવેલી ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં ભેળવવા, હાઇડ્રોલિક ટાવર લોડર અને જનરેટર સેટ વાહન ખરીદવા, નાણાપંચની ગ્રાન્ટમાંથી જેસીબી ખરીદવા, અવસાન પામેલા કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા, પાલિકા સંચાલિત શેઠ દા.સુ. ગર્લ્સ સ્કૂલના નવા ટ્રસ્ટી મંડળની નિમણુક કરવા, આ શાળાને ભાડામાંથી મુક્તિ અપાવવા, ઘી નદીમાં આવેલી ગાંડી વેલ દૂર કરવા, સીસીટીવી કેમેરા તેમજ સી.સી. ટીવી તેમજ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા, સહીતના 40 જેટલા ઠરાવો મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બેઠકમાં શહેર ભા.જ.પ. પ્રમુખ અનિલભાઈ તન્ના સાથે શહેર પ્રભારી ગીતાબા જાડેજા, શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પીયુષભાઈ કણઝારીયા ઉપસ્થિત રહ્યાં હતા. પાલિકાના કારોબારી ચેરમેન તરીકે રેખાબેન જટાશંકર ખેતીયાની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.

- Advertisement -

ભાજપના સભ્યોની સ્પષ્ટ બહુમતી ધરાવતી નગરપાલિકામાં અગાઉથી જ સંકલન થઈ ગયું હોવાથી વધુ એક વખત રાબેતા મુજબ જનરલ બોર્ડની બેઠક કોઈ પ્રકારના વાદ વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ મીટીંગનું સંચાલન રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular