પોરબંદરમાં સુભાષનગર જેટી પર લાંગરેલા જામનગરની HR & Sons કંપનીના વહાણમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આ વહાણ સોમાલિયા લઈ જવા માટે ચોખા અને ખાંડ ભરાઈને તૈયાર કરવામાં આવ્યું હતું.
આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બે ફાયર વાહનો તથા હાઈડ્રન્ટ સિસ્ટમ વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. તેમ છતાં વહાણમાં ચોખા ભરેલા હોવાને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી.
View this post on Instagram
પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે અંતે વહાણને દરિયાના મધ્ય ભાગમાં લઈ જવાયું, જેથી આગના પ્રકોપથી જેટી અને આસપાસના વિસ્તારમાં કોઈ મોટું નુકસાન ન ફેલાય.


