Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરઇન્ડિયન લાયોનેસ નવાનગર દ્વારા કોરોનામાં સેવા કરનારાનું સન્માન

ઇન્ડિયન લાયોનેસ નવાનગર દ્વારા કોરોનામાં સેવા કરનારાનું સન્માન

ઈન્ડિયન લાયોનેસ નવાનગર દ્વારા તા.7ના રોજ કોરોના કાળ દરમ્યાન નિ:સ્વાર્થ સેવા કરનારા પાંચ સેવા ધારીઓનું સન્માન કરવાનું આયોજન ગ્રાફિક પાર્ટી પ્લોટ પવનચક્કી પાસે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જામનગરના મેયરી બીનાબેન કોઠારી, જિલ્લા યોગ કોચ હર્ષિતાબેન મહેતા, સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન મનીષભાઈ કટારીયા, નવાનગર બેકના ડીરેકટર શારદાબેન વિંઝુડા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા, મહામંત્રી ધારાબેન પટેલ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ ધરતી ઉમરાણીયા, મંત્રી ભાવિષાબેન ધોળકીયા, પૂર્વ કોર્પોરેટર મેઘનાબેન હરિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સેવાધારી એવા રાજેન્દ્રસિંહ રાઠોડ, વિશાલભાઈ પોપટ, રૂષિતાબેન સોની, વંદનાબેન વાંજા અને ધવલભાઈ રાવલનું ઉપસ્થિત મહેમાનો દ્વારા તેમજ નવાનગર ઈન્ડિયન લાયોનેસના પ્રમુખ રેખાબેન જોષી, ઉપપ્રમુખ ક્રિષ્નાબેન ઠક્કર, મનીષાબેન મહેતા, મનીષાબેન ઠાકર, સેક્રેટરી ખુશ્બુબેન પંડ્યા, જોઈન્ટ સેક્રેટરી જયશ્રીબેન જોષી તથા ઉપસ્થિત સભ્યો નિર્મલાબેન ચાવડા, રીટાબેન ઠક્કર, જાન્હવીબેન શુક્લ, ખ્યાતિબેન કચ્છી વિગેરેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિષ્નાબેન ઠક્કરે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા નવાનગર લાયોનેસ પ્રમુખ રેખાબેન જોષી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular