Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઉત્કૃષ્ટ કામગીરી કરનાર જામનગર સાઇબર ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓનું સન્માન

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જામનગર સાઇબર ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓનું સન્માન

- Advertisement -

જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇટી એેકટ ગુનાના ત્રણ આરોપીઓને પકડવામાં કરેલ મહત્વની કામગીરી બદલ રાજયના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથ એવોર્ડ દ્વારા આ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

હાલમાં સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ બનતા હોય છે. વિવિધ ગુનાઓની તપાસમાં સાયબર ક્રાઇમ પોલીસ મહત્વનો ભાગ ભજવતી હોય છે. તાજેતરમાં જામનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આઇટી એકટ ગુનાના ત્રણ આરોપીઓની કર્ણાટક રાજયમાંથી ઝડપી લાવવામાં જામનગરની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. તેમની આ કામગીરીને બિરદાવતા રાજયના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા પીઆઇ પી.પી.ઝા, પો.હેકો.કુલદીપસિંહ વિજયસિંહ જાડેજા, પો.કો.કનુભાઇ જેસંગભાઇ હુંબલ તથા પો.કો.વિકીભાઇ હિરેનભાઇ ઝાલાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular