Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારવૃદ્ધ સાથે હનિટ્રેપ.... યુવતીઓએ માયાજાળમાં ફસાવી બગીચામાં રચ્યો ખેલ

વૃદ્ધ સાથે હનિટ્રેપ…. યુવતીઓએ માયાજાળમાં ફસાવી બગીચામાં રચ્યો ખેલ

બે આસામીઓ બન્યા ભોગ : ત્રણ શખ્સોસએ 43 હજારની લૂંટ ચલાવી : પોલીસ દ્વારા પાંચ લૂંટારુંઓની શોધખોળ

- Advertisement -

દ્વારકામાં રહેતા 61 વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા બાદ અહીં વાતો કરતા વૃદ્ધ પાસે આવેલા ત્રણ શખ્સોએ મિલીભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા રૂ. 39,000 ટ્રાન્સફર કરાવી તેમજ અન્ય એક આસામીના રૂા. 4,000 ની રોકડ રકમની લૂંટ ચલાવવાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક નિવૃત્ત બ્રાહ્મણ વૃદ્ધ ગઈકાલે મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને મળી હતી. આ સ્ત્રીઓએ પોતે દ્વારકામાં કઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમને કહ્યું હતું. આ બહાને બંને સ્ત્રીઓ ફરિયાદી વિપ્ર વૃદ્ધન મોટરાયક પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા.

અહીં તેઓ પાસે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ પાંચેય વ્યક્તિઓએ એકસંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ઝૂંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્જેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યાર બાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના ક્યુ.આર. કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા 39,000 ટ્રાન્સફર કરી, ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં, અનિલકુમાર નામના એક આસામીને પણ ચીટર ટોળકીએ આ પ્રકારે રૂપિયા 4,000 ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસે વિપ્ર વૃદ્ધની ફરિયાદ પરથી બે અજાણી સ્ત્રીઓ તથા ત્રણ અજાણ્યા પુરુષો મળી કુલ પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ પી.આઈ. ડી.એચ. ભટ્ટ ચલાવી રહ્યા છે. ત્યારે સમાજમાં લાલબત્તી રૂપ આ કિસ્સાએ દ્વારકા પંથકમાં ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular