Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર એસટી કંડકટર કમ ડ્રાઇવરની પ્રમાણિકતા

જામનગર એસટી કંડકટર કમ ડ્રાઇવરની પ્રમાણિકતા

- Advertisement -

જામનગર એસટી બસના રૂટ રાજકોટથી જામનગર તરફ જતી હતી. બસ નંબર 8725 રાજકોટથી 19.25 મિનિટે ઉપડી હતી. જેમાં મુસાફરી કરતાં એક મુસાફરનો થેલો ભૂલી જતા કંડકટર કમ ડ્રાઇવરની પ્રમાણિકતાથી તેમને પોતાનો થેલો મળી ગયો છે. જામનગર રાજકોટ એસ.ટી.માં એક મુસાફર પોતાનો એક અગત્યનો થેલો બસમાં ભૂલી ગયા હત. જે થેલો બસના કંડકટર કમ ડ્રાઇવર કરશનભાઇ સોંદરવાને મળ્યો હતો અને તેમને ટ્રાફિક કંટ્રોલમાં ફરજ બજાવતા નવીનભાઇ હરવડા પાસે જમા કરાવ્યો હતો અને થેલાની ખરાઇ કરીને તેના માલિકને તે સોંપવામાં આવ્યો હતો. આ થેલામાં જરૂરી કાગળો હતા. જેમાં મુળ માલિકનું નામ ફોન નંબર મળી આવતા તેમને જાણ કરાઇ હતી. અને એસટી ડેપોએ રૂબરૂ બોલાવી મુળ માલિકને થેલો પરત કરવામાં આવ્યો હતો. મુળ માલિક દ્વારા બસના કંડકટર કમ ડ્રાઇવરનો તેમણે આભાર માન્યો હતો. આમ એસટીના સ્ટાફની વફાદારી મુજબ ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular