New Honda Amaze કારમાં લુક અને ડિઝાઇનના મામલે ઘણાં બદલાવ જોવા મળી રહ્યાં છે. કંપનીનો દાવો છે કે, ભારતીય બજારમાં આ સૌથી સસ્તી કાર છે. જે ADAS ફિચર સાથે ઓફર કરવામાં આવી રહી છે.
જાપાની કાર નિર્માતા કંપનીએ તેની પ્રખ્યચાત સેડાન કાર હોન્ડા અમેઝનું નવુ થર્ડ જનરેશન મોડલ સત્તાવાર રીતે ભારતીય બજારમાં લોનચ કર્યું છે. આકર્ષક દેખાવ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આ સેડાન કારની પ્રારંભિક કિંમત રૂા. 7.99 લાખ નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ કારમાં એડવાન્સ ડ્રાઇવીંગ આસિસ્ટન્ટ સિસ્ટમ જેવા ફિચર્સ સામેલ કર્યા છે.
લુક અને ડિઝાઇનમાં ઘણા ફેરફારો કરાયા છે. પાછલા મોડલ કરતાં થોડી પહોળી સીટ જોવા મળશે. 416 લીટરની અન્ય કારમાં ઉપલબ્ધ નથી. નવી હોન્ડા અમેઝમાં કંપનીએ 1.2 લિટર ક્ષમતાનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન જીઓપીએસનો પાવર અને આઇઆઇઓએનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ઇ-20 ઇંધણ પર ચાલશે અને મેન્ડઅલ ટ્રાન્સમિશન સિવાય તેને ક્ધટીન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમીશન ઓટોમેટિક ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવી છે.
કંપની દાવો કરે છે નવી હોન્ડા અમેઝનું મેન્યુઅલ વેરિયન્ટ 18.65 કિ.મી. અને ઓટોમેટીક વેરિયન્ટ 19.46 કિ.મી. સુધીની માઇલેજ આપવા સક્ષમ છે. આ કારના સસ્પેન્શન, સ્ટિયરીંગ વ્હીલ અને બ્રેકીંગ સિસ્ટમના સેટીંગ અને ટ્યૂનિંગમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જે કારના ડ્રાઇવીંગ અનુભવને સુધારવામાં મદદ કરે છે.
ઉત્તમ 8 ઇંચ ફોલોટીંગ ઇન્ફોર્ટમેન્ટ સિસ્ટમ સાથે 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર સામેલ છે. પાછળનું એસીવેન્ટ પણ આપવામાં આવ્યું છે. વાયરલેસ ચાર્જર, 6 સ્પીકર પ્રિમીયમ સરાઉન્ડ સાઉન્ડ, એસી કુલીંગ સાથે રિમોટ એન્જિન સ્ટાર્ટ, પેડલ શિફટર્સ, ડ્રાઇવર ઓટો વિન્ડો બટન, બ્રાઇટ મેય લેમ્સ, મેકસ કુલીંગ સાથે સંપૂર્ણ ઓટોમેટીક કલાઇમેટ કંટ્રોલ આપવામાં આવી રહ્યું છે.
કંપનીના દાવો છે કે, ભારતીય બજારમાં આ સૌથી સસ્તી એડીએએસ ફિચર સાથેની કાર છે. હોન્ડાએ આ કારને પ્રારંભિક કિંમત સાથે બજારમાં ઉતારી છે અને આ કિંમતો આજથી આગામી 45 દિવસ માટે માન્ય રહેશે. પછી કિંમતો વધી શકે છે. કારની ડિલિવરી જાન્યુઆરી-2025થી શરુ થશે.