જામનગર શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઠંડીના સમયમાં શહેરીજનો ઠુઠવાઇ રહ્યા છે. ત્યારે શહેરમાં ફૂટપાથ પર રાતવાસો કરતાં ઘર વિહોણા શ્રમિકો અને ભિક્ષકોને સેલ્ટર હોમમાં ખસેડવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા નાઇટડ્રાઇવ યોજી હતી. જામનગર મહાનગરપાલિકાની યુસીડી શાખા, એસ્ટેટ શાખા, સિક્યુરીટી શાખા તથા પ્રોજેકટ પ્લાનિંગ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.