જામનગર જિલ્લા હોમગાર્ડઝના જામવણથલી યુનિટના હોમગાર્ડઝ જવાન અશોકસિંહ જાડેજાની દીકરીના લગ્ન ખર્ચને પહોચી વળવા માટે ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ વેલ ફેર ફંડમાંથી જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીના પ્રયાસથી ₹.20,000 મંજુર થયેલ છે.
આ અંગેનો ચેક જિલ્લા કમાન્ડન્ટ સુરેશ ભીંડી તથા સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર ડી.પી.જાડેજાએ જામવણથલી યુનિટ ખાતે રૂબરૂમાં જઈ યુનિટના અધિકારી પદુભા જાડેજા, સહદેવસિંહ, રામકબીર તથા હોમગાર્ડઝ જવાનોની હાજરીમાં અશોકસિંહ જાડેજાને ચેક અર્પણ કરેલ છે.
આ પ્રસંગે ડી.પી.જાડેજાએ ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ વેલફેર ફંડમાંથી જવાનોને મળતી વિવિધ સહાયથી માહિતગાર કર્યા હતાં. જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીએ જામવણથલી હોમગાર્ડઝ યુનિટના જવાનોએ કોવિડ-19 કોરોના ફરજમાં દિવસ-રાત જોયા વગર જામનગર ખાતે ફરજ બજાવેલ તેને બિરદાવેલ તથા નિષ્કામ સેવાના સુત્રને ચરિતાર્થ કરનાર જવાનોને પ્રેરણાદાયિ વક્તવ્ય આપેલ હતું. અંતમાં યુનિટ ખાતે ચાલી રહેલ લાઠી પરેડ તાલીમનું નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે આ પહેલા પણ જામજોધપુર હોમગાર્ડઝ યુનિટના એક જવાનને પુત્રીના લગ્ન સબબ વેલફેર ફંડમાંથી ₹.20,000ની સહાય મંજુર કરવમાં આવેલ હતી.