સમગ્ર રાજ્યમાં ઠંડીએ પગપેસારો કરી લીધો છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી પણ હવામાન વિભાગે આપી છે. જમ્મુ કાશ્મીરમાં પણ સતત બરફ વર્ષા ચાલુ છે ત્યારે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડા પવનની લહેરો ઉઠી રહી છે. આવા સમયે શરીરને અંદરથી ગરમ રાખવાના અમુક દેશી નુસખા જાણીએ…
1. હળદર અને દુધ
એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવો. હળદરમાં બળતરા વિરોધી ગુણ હોય છે. જે અંદરથી શરીરને ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવે છે.
2. આદુ અને મધ
એક ચમચી તાજા આદુના રસમાં અડધી ચમચી મધ લેવું અથવા આદુની ચા પણ લઇ શકાય, આદુ શરીરમાં ગરમી ઉત્પન કરે છે અને મધ શરીરને એનર્જી આપે છે અને શરદી ઉધરસમાં પણ બચાવે છે.
3. તલ અને ગોળ
તલ અને ગોળ શરીરને ગરમ રાખે છે. ગોળ લોહીને શુધ્ધ પણ કરે છે શિયાળામાં તલ અન ગોળની લાડુ બનાવીને ખાઇ શકાય તે માટે શરીર માટે ફાયદાકારક છે.
4. મસાલાાળી ચા
આદુ, તજ, લવીંગ, એલચજી અને કાળા મરી યુકત ચા શરીરનું તાપમાન વધારે છે.
5. સુપ
તાજા લીલા પાંદળાવાળા શાકભાજનો સુપ શરીરને પોષણ આપે છે તેમજ ગરમ રાખવામાં આવે છે.
6. ગરમ પાણી અને મીઠું
શિયાળામાં સાદા પાણીના બદલે ગરમ પાણી પીવાની ટેવ રાખવી જોઇએ તો કયારેક તેમા ચપટી મીઠું નાખવાથી તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે.
7. યોગ અને કસરત
શિયાળામાં નિયમિત યોગ અને હળવી કસરતો કરવી જોઇએ. જેમ કે ચાલવું, દોડવું, સાયકલીંગ, સ્ટે્રચિંગ વગેરેના કારણે શરીરમાં રકત પરિભ્રમણ વધે છે અને શરીર ગરમ રહે છે.