Thursday, December 18, 2025
Homeરાજ્યહાલારહિટ એન્ડ રન : કાલાવડમાં બલેનો કારએ હડફેટ લેતાં હોમગાર્ડ જવાનનું મોત

હિટ એન્ડ રન : કાલાવડમાં બલેનો કારએ હડફેટ લેતાં હોમગાર્ડ જવાનનું મોત

આઇટીઆઇ નજીક અકસ્માતનો બનાવ : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂદ્ધ કાર્યવાહી

કાલાવડ ગામમાં ગત્રાત્રિના હિટ એન્ડ રનની ઘટનામાં માર્ગ પર ફરજ બજાવતા હોમગાર્ડના જવાનને બલેનો કારએ હડફેટે લેતાં ઘટના સ્થળે મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં ગત્રાત્રિના સમયે રોડ પર ફરજ બજાવી રહેલા ગિરીશભાઇ જી. પરમાર (ઉ.વ.35) નામનો હોમગાર્ડનો જવાન આઇટીઆઇ પાસે તેના એક્ટિવા સ્કૂટર સાથે ઉભો હતો. તે દરમ્યાન પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી બલેનો કારના ચાલકએ હોમગાર્ડના જવાનને હડફેટ લઇ ઠોકરે ચઢાવી કચડી નાખતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ જવાનને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ જવાનનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે કાલાવડ પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular