જામનગરના હોમગાર્ડ કમાન્ડન્ટને ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. જેમને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મેડલથી સન્માનિત કરવામાં આવશે.
જામનગર શહેર સીટી સી યુનિટ હોમગાર્ડઝના સિનિયર પ્લાટુન કમાન્ડર વિજયસિંહ વી. વાળા અને મહિલા હોમગાર્ડઝ સભ્ય હંસાબેન પી. મેડેકરની ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. જેને જિલ્લા કમાન્ડન્ટ અને ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકી, જિલ્લાના સ્ટાફ ઓફિસર લીગલ ગીરીશ સરવૈયા, સ્ટાફ ઓફિસર મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ, યુનિટ ઓસી હરુભા જાડેજા, તમામ અધિકારીઓ, વહીવટી સ્ટાફ અને હોમગાર્ડઝ સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.