હોળીના પાવન પર્વ નિમિત્તે ઓખા ખાતે અલગ અલગ સ્થળ ઉપર હોળી પ્રગટાવીમાં આવી હતી. ત્યારે બજાર લાઈન હોળી મંડળ દ્વારા હોળી પ્રગટાતી પહેલા રાષ્ટ્રીય ગીત ગાવામાં આવેલ તેમજ સાથે ધ કાશ્મીર ફાઇલનું બેનર લગાવી એક વાર ખાસ આ ફિલ્મ જોવા માટેની અપીલ કરવામાં આવી હતી. તેમજ સાથે વિશેષતામાં ઓખા બજાર લાઈન હોળી મંડળ દ્વારા જવાનોના હસ્તે હોળી પ્રગટાવવામાં આવી હતી.
આપણી દેશની સુરક્ષા અને આપણી સૌની રક્ષા કરવા માટે પોતાના પરિવારથી દૂર હોય તેમને એવું ના લાગે એના માટે બજાર લાઈન હોળી મંડળ દ્વારા નેવીના જવાનોના હસ્તે હોળી પ્રગટાવવામાં આવી હતી. ઓખા મેઈન બજારમાં અંદાજિત ૭૦ વર્ષ થી હોળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઓખામાં કુલ અંદાજિત ૧૩ જગાએ હોળી પ્રગટાવવામાં આવી હતી. ઓખા બજાર લાઈનમાં હોળીનું આયોજન બજાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.