Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરહિટ એન્ડ રન : ટ્રકે યુવાનને કચડી અન્ય વ્યક્તિઓને ઠોકરે ચડાવ્યા

હિટ એન્ડ રન : ટ્રકે યુવાનને કચડી અન્ય વ્યક્તિઓને ઠોકરે ચડાવ્યા

કચડાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત : ટ્રક હડફેટે ફંગોળાયેલાને ગંભીર ઈજા પહોંચ: પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં એલસી 10ના પાર્કિંગમાં બેફીકરાઇથી આવી રહેલા કન્ટેનરના ચાલકે બે વ્યક્તિઓને હડફેટા લેતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. તેમજ અન્ય વ્યક્તિઓને ફંગોળી દઇ ગંભીર ઈજા પહોંચી હતી.

- Advertisement -

હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામના રહેતાં આલાભાઈ હરભમભાઈ મોરી અને વિરમભાઈ કાળાભાઈ ગલસર નામના બે વ્યક્તિઓ તેના ટોરસ ટ્રક જીજે-10-ટીએકસ-9967 માં સલફર ભરવા માટેકાનાલુસ નજીક એલસી 10માં સલફર ભરવા માટે ગયા હતાં તે દરમિયાન શનિવારે રાત્રિના સમયે આલાભાઈ તથા વિરમભાઈ ઉભા હતાં તે દરમિયાન પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા જીજે-10-ટીએકસ-8869 નંબરના ટોરસ ટ્રકના ચાલકે વિરમભાઈને હડફેટે લઇ કચડી નાખ્યા હતાં ત્યારે અન્ય વ્યક્તિઓને ઠોકરે ચડાવતા ફંગોળાઈ ગયા હતાં આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વિરમભાઈ સહિતનાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં વિરમભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ આલાભાઇ દ્વારા કરાતા પીઆઈ પી ટી જયસ્વાલ તથા સ્ટાફે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular