જામનગર શહેરના અંબર ચોકડી નજીક ગત મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ સર્જાયો હતો. મકબુલ કાશ્મીરી અને સોયબ શેખ નામના બે યુવાન અહીંથી બાઈક પર પસાર થઈ રહ્યા હતાં આ દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કાર ચાલકે બંને યુવાનને ઠોકરે ચડાવ્યા હતાં અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.ય ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતા સીટી બી પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી ગઇ હતી.