Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર નજીક હિટ એન્ડ રનના કેસનો ભેદ ઉકેલાયો

જામનગર નજીક હિટ એન્ડ રનના કેસનો ભેદ ઉકેલાયો

પંચ ‘એ’ પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરપ્રદેશના વાહનચાલકની ધરપકડ : છોટા દોસ્ત વાહને હડફેટ લઇ યુવાનનું મોત નિપજાવ્યું : સીસીટીવી ફુટેજોના આધારે વાહન નંબર શોધી ચાલકની ધરપકડ

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત મોતના ગંભીર બનાવોમાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા માટે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત પંચ ‘એ’ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે છોટા દોસ્ત વાહનના ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરના પંચ ‘એ’ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ફેટલ અકસ્માતના અનડિટેક્ટ ગુનાના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી (ગ્રામ્ય) ડીવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરી એએસઆઇ શોભરાજસિંહ જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખિમાણિયા સહિતના સ્ટાફએ હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી ફોર વ્હીલ દ્વારા યુવાનને હડફેટ લઇ મોત નિપજાવ્યાના બનાવમાં કમાન્ડ ક્ધટ્રોલના પીએસઆઇ ડી. બી. શિંગલ અને મહિલા પો.કો. રેખાબેન દાફડા તથા ટીમએ જુદા જુદા સીસીટીવી ફુટેજો ચકાસી અકસ્માતના દિવસ અને સમયે જીજે03-બીવાય-0803 નંબરના છોટા દોસ્ત વાહનએ અકસ્માત કરી મોત નિપજાવ્યાના બનાવમાં તપાસ દરમ્યાન અશોક લેલન્ડ છોટા દોસ્ત વાહનના ચાલક અવધેશકુમાર રાધેશ્યામ યાદવ (ઉ.વ.40) (રહે. મેટોડા જીઆઇડીસી, રાજકોટ) (મૂળ શિવદર્શન ખેડાગામ, તા. હસનગંજ, જિ. ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) નામના શખ્સની ધરપકડ કરી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular