Saturday, January 3, 2026
Homeરાજ્યજામનગર‘હિટ એન્ડ રન’ કારના ચાલકએ એક્ટિવા ચાલક પ્રૌઢાને ઠોકરે ચઢાવ્યા - VIDEO

‘હિટ એન્ડ રન’ કારના ચાલકએ એક્ટિવા ચાલક પ્રૌઢાને ઠોકરે ચઢાવ્યા – VIDEO

જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં મોડી સાંજના સમયે બેફિકરાઇથી આવી રહેલા કારચાલકએ આગળ જતાં એક્ટિવાચાલક વૃદ્ધાને ઠોકર મારી પછાડી દઇ કાર રિવર્સ લઇ રાત્રિના સમયમાં પલાયન થઇ ગયેલા ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત પ્રમાણે ગઇકાલે મોડીસાંજે શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં ‘અભિગમ’ ફલેટની સામે રહેતાં દર્શનાબેન રવિન્દ્રભાઇ સારડા નામના પ્રૌઢા તેના જીજે10 સીએ 0984 નંબરના એક્ટિવા લઇને તેના ઘર તરફ જતા હતા ત્યારે પાર્ક કોલોની વિસ્તારમાં અભિગમ ફલેટની સામે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ, બેફિકરાઇથી આવી રહેલા જીજે37 જે 1960 નંબરની સ્વિફ્ટ કારના ચાલકએ આગળ જતાં પ્રૌઢના એક્ટિવાને ઠોકર મારતાં પ્રૌઢા રોડ પર પટકાયા હતા. ત્યારબાદ કારચાલકએ લોકો એકઠાં થવા લાગતાં પોતાની કાર રિવર્સ લઇ ગણતરીની સેક્ધડોમાં જ પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પ્રૌઢાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, પ્રૌઢાને સામાન્ય છોલછાલ અને મુંઢ ઇજા થઇ હતી. બનાવ અંગે પ્રૌઢાના પુત્ર સંકેતભાઇ દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બ્લ્યૂ કલરની સ્વિફ્ટ કારના ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે હે.કો. જે. કે. વજગોળ તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી કારચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular