જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયા નજીક પુલ પાસેથી બાઇક પર પસાર થતા ખેડૂતને પૂરપાટ આવી રહેલી કારના ચાલકે ઠોકરે ચડાવી હડફેટે લેતા મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનના બનાવમાં ચાલક પલાયન થઈ ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વાડી વિસ્તારમાં રહેતાં અરશીભાઈ વાણીયા નામના સગર ગઈકાલે વહેલીસવારના 7 વાગ્યાના અરસામાં તેના જીજે-10-ડીએ-9849 નંબરના બાઈક પર તેની વાડી તરફ જતા હતાં તે દરમિયાન વર્તુ ડેમના પાટીયાની વચ્ચે આવેલા પુલ પરથી પસાર થતા હતાં ત્યારે સફેદ કલરની જીજે-39-સીબી- 0018 નંબરની કારના ચાલકે તેની કાર બેફીકરાઇથી ચલાવી આધેડના બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બાઈકચાલક અરશીભાઈને કપાળમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનના બનાવ બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો. બનાવની ાણ થા ેો બી.એમ. જાડેજા તથા સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા કારચાલક વિરૂધ્ધ મૃતકના પુત્ર આશિષભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.