Monday, January 12, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઐતિહાસિક પરીક્ષણ : માનવ શરીરમાં દાખલ કરાયું કૃત્રિમ લોહી

ઐતિહાસિક પરીક્ષણ : માનવ શરીરમાં દાખલ કરાયું કૃત્રિમ લોહી

યુકેમાં લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા રક્ત કોષ માનવ શરીરમાં દાખલ કરવાના વિશ્ર્વના સૌપ્રથમ ક્લિનિકલ ટ્રાયલનો પ્રારંભ થઈ ગયો છે. હવે જો તે સલામત અને અસરકારક નીવડે તો બ્લડ ડિસઓર્ડર ધરાવતા રોગીઓ માટે આ પ્રકારના ઉત્પાદિત રક્તકોષ ક્રાંતિકારી શોધ પુરવાર થશે. આ પ્રકારના ડિસઓર્ડર ધરાવતા લોકો માટે તેમને અનુકૂળ હોય તેવું બ્લડગ્રુપ શોધવું અત્યંત અઘરૂં છે. તેમના માટે આ શોધ આશીર્વાદ સમાન પુરવાર થઈ શકે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા આ સંશોધન હાથ ધરાયું છે.

- Advertisement -

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે આ રક્તકોષોને ડોનરોના સ્ટેમ સેલમાંથી વિકસાવવામાં આવ્યા છે. આ રક્તકોષોને સ્વસ્થ સ્વયંસેવકોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. વિશ્ર્વમાં પ્રથમ વખત ફેક્ટરીમાં વિકસાવવામાં આવેલા લાલ રક્તકોષ બીજી વ્યક્તિને બ્લડ ટ્રાન્સફયુઝનના ટ્રાયલના ભાગરૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને એનએચસ બ્લડ એન્ડ ટ્રાન્સ પ્લાન્ટના ચીફ ઇન્વેસ્ટિગેટર સેડ્રિક ઘ્વેહર્ટે જણાવ્યું હતું કે અમને આશા છે કે અમારા લેબમાં વિકસાવવામાં આવેલા રક્ત કોષ બ્લડ ડોનરો દ્વારા ડોનેટ કરવામાં આવતા બ્લડની તુલનાએ લાંબુ ચાલશે તેવો અમને વિશ્ર્વાસ છે.

વિશ્ર્વમાં આ પ્રકારનું સૌપ્રથમ પરીક્ષણ સફળ રહ્યું તો જે વ્યક્તિને લાંબા ગાળા માટે નિયમિત ધોરણે બ્લડ ટ્રાન્સફયુઝનની જરૂર પડતી હોય તેને ભવિષ્યમાં ઓછા બ્લડ ટ્રાન્સફયુઝનની જરૂર પડશે. તેના લીધે આ દર્દીઓની કેર લેવાની સમગ્ર ટ્રીટમેન્ટમાં મોટો ફેરફાર આવશે. આ ટ્રાયલમાં લેબમાં વિકસાવવામાં આવેલા રક્તકોષોનો જીવનકાળ કેટલો છે તે જોવાશે. આ જીવનકાળ તે જ બ્લડ ગ્રુપ ના બ્લડ ડોનરના રક્તકોષ કરતાં વધારે છે કે નહી તે જોવાશે. લેબમાં વિકસાવવામાં આવેલા રક્તકોષ તાજા હશે. ટ્રાયલ ટીમને આશા છે કે સ્ટાન્ડર્ડ ડોનેટેડ રેડ સેલ્સની તુલનાએ આ રક્તકોષ વધારે સારૂં પર્ફોર્મન્સ કરશે. તેનો આધાર જુદી-જુદી વય પર હોય છે. લેબમાં ઉત્પાદિત રક્તકોષ શરીરમાં લાંબો સમય રહેવાની ક્ષમતા ધરાવતા હોવાથી વારેઘડીએ બ્લડ ટ્રાન્સફયુઝનની જરુર નહી પડે, તેના લીધે વ્યક્તિ વધુ પડતા ટ્રાન્સફયુઝનના લીધે આયર્ન ઓવરલોડનો ભોગ બને છે જે તેને ગંભીર તકલીફો તરફ દોરી જાય છે તેનાથી છૂટકારો મેળવી શકે છે. આ પડકારજનક અને રોમાંચક ટ્રાયલ છે અને સ્ટેમ સેલ્સમાંથી રક્તકોષોનું લેબમાં ઉત્પાદન કરવાની દિશામાં મોટું પગલું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular