Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સકેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિણય, ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિણય, ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

ડિઝિટલ ગેમ્સ તરીકે ઓળખાતું ઈ-સ્પોર્ટસ હવે ટૂર્નામેન્ટ સ્વરૂપે

- Advertisement -

કેન્દ્ર સરકારે ઈ-સ્પોર્ટસને સત્તાવાર માન્યતા આપીને દેશની રમત વિદ્યાઓમાં તેનો સમાવેશ કરી લીધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ બંધારણની કલમ-77ની જોગવાઈ-3માં મળેલા અધિકારોનો ઉપયોગ કરીને ઈ-સ્પોર્ટસ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો અને રમત સહિતના મંત્રાલયોને ઈ-સ્પોર્ટસને વિવિધ ટૂર્નામેન્ટના આયોજનોમાં સામેલ કરવા માટે કહ્યું છે. જાકાર્તા એશિયન ગેમ્સ-2018માં ઈ-ગેમ્સને રમતના રૂપમાં સામેલ કરાયા બાદ તેને અન્ય ટૂર્નામેન્ટનો હિસ્સો બનાવવાની માંગ ઉઠી હતી. રાષ્ટ્રપતિના આદેશ બાદ આઈટી મંત્રાલય ઑનલાઈન ગેમિંગ સંબંધિત મામલે નોડલ એજન્સી બનશે અને રમત મંત્રાલયે પોતાના વિષયોમાં તેને સામેલ કરવાની રહેશે. આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ પણ ઈ-ગેમ્સને પ્રોત્સાહન આપી રહી છે અને આ કવાયતમાં આવતાં વર્ષે જૂનમાં સિંગાપુરમાં પહેલું ઓલિમ્પિક ઈ-સ્પોર્ટસ સપ્તાહ પણ ઉજવવામાં આવશે. ઈ-સ્પોર્ટસનું નામ ઈલેક્ટ્રોનિક સ્પોર્ટસ છે. એક પ્રકારે આપણે તેને ડિઝિટલ ગેમ્સ પણ કહી શકીએ છે. એક રમત જેમાં મલ્ટીપ્લેયર ખેલાડી એક સાથે રમી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular