આઝાદીના વર્ષો વિત્યા છતાં આજના યુવાનો ગ્લામીની પ્રથામાં જીવી સહ્યા છે. તેમને વીર સપુતોની યાદ અને આપણા સનાતન ઘર્મથી વાકેફ કરવા હિન્દુ સેના અથાગ પ્રયત્ન કરી રહી છે. આઝાદીમાં ધણા કાંતીકારી વિરોએ બલીદાન આપ્યા છે ત્યારે ભારત અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયું છે. જેમાં અનેક મહાપુરૂષોની કાંતિકારીઓની પ્રતિમાઓ દેશમાં પ્રસ્થાપીત થઈ છે. દેશની આઝાદી માં નાથુરામ ગોડસૈજીની પણ અહમ ભૂમિકા રહી છે. તેવી જ રીતે જયાં સૂધી હિન્દુ રાષ્ટ્રની સ્થાપના ન થાય અને અખંડ ભારતની સ્થાપના ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા સાથે રાષ્ટ્ર માટે લડતા મહાત્મા નાથુરામ ગોડસેની પ્રતિમા હિન્દુ સમાજ પ્રસ્થાપિત કરવા માંગતા હોય જેથી હિન્દુ સેના દ્વારા જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમા માટે જગ્યા ફાળવવાની માંગણી સાથે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે ગુજરાત હિન્દુ સેના પ્રમુખ પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયેર પટેલ, પાંચ ગામ સંગઠન પ્રમુખ નયન કથીરિયા, ધિરેન નંદા, યોગેશ અમરેલિયા, કલ્પેશ ફલિયા, શહેર યુવા પ્રમુખ પ્રશાંત ત્રિવેદી, કેશવાલા માંડણભાઇ, પાર્થ ચોવટીયા, દર્શન ત્રિવેદી, વિરાટસિંહ વાઢેર, મયુર ચંદન, પૃથ્વીરાજસિંહ વાઢેર સહિતના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુ સેના દ્વારા નાથુરામ ગોડસેની પ્રતિમા મુકવા જગ્યા ફાળવવા આવેદનપત્ર પાઠવાયું
હિન્દુસેના જામનગર દ્વારા જામનગરના નાથુરામ ગોડસેની પ્રતિમા મુકવા માટે જગ્યા ફાળવવાની માંગ સાથે જામ્યુકોના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.