ગુજરાતના રાજકોટ ખાતે બાઘેશ્ર્વર ધામના બાગેશ્ર્વર બાબાની સેવા પૂજા કરનાર પ્રખર સનાતની હિન્દુવાદી ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 1 અને 2 જુન 2023 માં રાજકોટ પધારવાના હોય અને દિવ્ય દરબાર લગાવવાના હોય. જેમાં કોઈ ચમત્કારો નહીં પરંતુ ઋષિ પરંપરા અને ધર્મ આધારિત વાત કરતા હોય ત્યારે હિંદુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને નમન સાથે ગુજરાતના તમામ જિલ્લાઓ અને ગામડેથી હિન્દુઓ પધારે તેવી ગુજરાતના સનાતની ભાઈ બહેનોને વિનંતી કરી છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રીજીને હિન્દુ સેના એ ખુલ્લુ સમર્થન જાહેર કર્યું છે.
રાજકોટમાં શાસ્ત્રીજીની લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજકોટ કરણી સેનાએ પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળવા પોતાની ફોજ ખટકી દીધી છે તો હિન્દુ સેના આ કરણી સેનાને પણ લાખ લાખ અભિનંદન પાઠવે છે. અને સનાતનની રક્ષા કાજે હમેશા હિન્દુ સંગઠનો બહાર આવે તેવી અપીલ કરી છે.
જ્યાં ધર્મની વાત આવે છે ત્યાં રાક્ષસો આપોઆપ પેદા થઈ જાય છે. હવનમાં હાડકા હોમવા વાળા ની આ દેશમાં કમી નથી. તેવી રીતે આ દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોય તેવા આક્ષેપો સાથે ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ વિરોધ દર્શાવવા પહોંચવાની છે, તો હિન્દુ સેના ખૂલીને કહી રહી છે કે મંદિરના પૂજારી, શાસ્ત્રોક જ્યોતિષી, કર્મકાંડીને દબાવવા વાળા જાથાના જયંત પંડ્યા ક્યારેય મૌલાના, ફકીર કે પાદરી સામે થવાની હિંમત ધરાવતા નથી અને માતાજીના પ્રસાદમાં બોકડા ની બલી ચડાવનાર સામે અવાજ ઉઠાવે છે એ સારી વાત છે પણ બકરી ઈદમાં ઘણી મોટી સંખ્યામાં બોકડા કપાય ત્યારે તે બંધ કરાવવાની ત્રેવટ પણ નથી, તો પછી ધર્મ વિરોધી જાથાના જયંત પંડ્યા નું તાત્કાલિક ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની જરૂર છે અને તેને પાકિસ્તાન ભેગા કરી દેવાની તાતી જરૂર છે. તેવું હિન્દુસેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની યાદીમાં જણાવાયું છે.