Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુજરાત એ.ટી.એસ.ની કામગીરીને બિરદાવતિ હિન્દુસેના

ગુજરાત એ.ટી.એસ.ની કામગીરીને બિરદાવતિ હિન્દુસેના

- Advertisement -

તાજેતરમાં ધંધુકામાં થયેલ યુવાનની હત્યા બાદ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને હિન્દુ સેનાએ બિરદાવી છે અને પોલીસ ખાતાની કામગીરીને પ્રસંશનિય ગણાવી છે.

- Advertisement -

હાલમાં ધંધુકામાં કિશન ભરવાડની વિધર્મી જેહાદી દ્વારા હત્યા કરી હિન્દુ સમાજમાં ખોફ અને હિન્દુ નેતા ઓને ખતમ કરવાનું મોટું ષડયંત્ર બહાર આવ્યું છે ત્યારે ગુજરાત પોલીસ ખુબ સારી કામગીરી કરી રહી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે, ગણતરીની કલાકોમાં ગુન્હેગારોને જબ્બે કરી એ.ટી.એસ.ને તપાસ સોંપી બહુજ પ્રશંસનીય અને બિરદાવવા લાયક કામ કરી બતાવ્યું છે. અમુક વિધર્મીઓ અને અમુક સ્વાર્થી લોકો અને હલકી માનસિકતા ધરાવતા રાજકીય આગેવાનો પોલીસતંત્રની સારી કામગીરી પર પણ શંકા સેવી રહ્યા છે. અને પ્રશ્ર્નો ઉભા કરી રહ્યા છે. ગુજરાત પોલીસને અને ગુજરાત રાજ્ય સરકાર ને સપોર્ટ કરો ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરીને બિરદાવો જેની આટલી ફાસ્ટ નીતિના કારણે આરોપીઓ પકડાઈ ગયા છે, સાથે હત્યા કરાવનાર મૌલવી ઓ પણ પકડાવા લાગ્યા છે. હજી આ મોટા ષડયંત્રમાં કંઈક મોટા માથાઓના પગ નીચે રેલો આવવાનો છે એટલા માટે એ લોકો શાંત નહીં બેસે અને પોતાના બચાવ માટે નિર્દોષ લોકોનો ભોગ લેશે એવુ લાગી રહ્યુ છે તો આવા ષડયંત્રને પારખો અને શુદ્ધ બુદ્ધિથી કાર્ય કરો અને પોલીસને પોતાનું કામ કરવા દો. હજી મોટા ખુલાસા થશે અને ગુજરાતમાં કોની કોની હત્યા થવાની શક્યતા હતી તે પણ ઉજાગર થશે. સાથે મોટા ષડયંત્રનો પર્દાફાશ થશે ત્યારે ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા પણ ગુજરાત પ્રસાસન અને એ.ટી.એસ.ની કામગીરી ને બિરદાવી છે. હિન્દુ આગેવાનોને વિધર્મી જેહાદી દ્વારા નિશાન બનવામાં હવે ગુજરાત પણ બાકાત નથી. કમલેશ તિવારીની હત્યા ત્યારબાદના અનેક બનાવો અને હવે ગુજરાતના ધંધુકાના કિશન ભરવાડની હત્યા એક સંદેશો આપે છે કે હવે ગુજરાતમાં પણ સ્લીપર સેલ સક્રિય છે. ધંધુકાના કિશન ભરવાડ ની વિધર્મી જેહાદી દ્વારા હત્યા કરી જેમાં પાકિસ્તાની તહેરિક-એ-નમુસે-રિસાલત નામનું સંગઠન જવાબદાર હોવાનું ખુલ્યું છે. આ સંગઠનનો સીધો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહેરીક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રીઝવી કટ્ટરવાદી હતો જે પાકિસ્તાની આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલ છે,જેથી ગુજરાતના તમામ મસ્જિદ, દરગાહ અને મદ્રેસાનું ચેકીંગ કરવાની તાતી જરૂર છે,તમામ મોલવી ઓની તપાસ થવી જોઇએ, કેટલાક જેહાદીઓ આવા સ્થાનો નો સહારો લઇ હિન્દુ નેતાઓને નિશાન બનાવાની તૈયારી માં હોય શકે. એટલુજ નહિ ગામે ગામ આક્રોશ દેખાય રહ્યો છે, હિન્દુ સમાજ આવેદનપત્રો આપે છે પરંતુ હિન્દુ સમાજ સિવાય કોઈ અન્ય બિરાદરી ના લોકો આ ગુજરાતની એકતાની શાંતિ માં જોડાયા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular