આજથી એટલે કે 31 જાન્યુઆરીથી બજેટ સત્ર 2022 શરુ થઇ રહ્યું છે. બજેટસત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભીભાષણથી થઇ છે. સૌ પ્રથમ તેઓએ દેશના વીરોને સલામી આપીને ભાષણની શરૂઆત કરી.
રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો
દેશમાં 90% વયસ્કોને પ્રથમ જયારે 70%ને કોરોના વેક્સિનના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. 1 વર્ષમાં વેક્સિનના 150 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા. દેશમાં કોરોનાની 8 વેક્સિનને મંજુરી આપવામાં આવી છે.
ગ્રામીણ વિસ્તારોમાં 36 હજાર 500 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. આજે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો સમગ્ર દેશને એકસાથે જોડી રહ્યા છે. 2014માં નેશનલ હાઈવેની લંબાઇ 90 હજાર કિલોમીટર હતી, જે વધીને હવે 1 લાખ 40 હજારથી વધુ થઈ ગઈ છે.
80 કરોડ લાભાર્થીને 19મહિનાથી રાશન અપાય છે.
ઇ-શ્રમ પોર્ટલ પર 23 કરોડથી વધુ લોકોની નોંધણી થઇ ચુકી છે.
ખેડૂતોને સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને ખેતપેદાશમાં 25% નો વધારો થયો છે. 8 કરોડ ખેડૂતોને પાક વિમાનો લાભ આપવમાં આવે છે.
શિક્ષણને લઇને રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 10 રાજ્યની 19 એન્જીનીયરીંગ કોલેજોમાં 6 ભારતીય ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સવા બે કરોડ યુવાઓને કૌશલ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવેથી સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પ્રવેશ મળશે.
રામનાથ કોવીંદે જણાવ્યું કે 56 સેક્ટરમાં 60હજાર નવા સ્ટાર્ટઅપ કરવામાં આવ્યા છે. ભારતમાં સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટની કિંમત ઓછી છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 630 બિલીયન ડોલર છે. મોબાઈલ ફોન નિર્માતામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ 20હજાર કિમી માર્ગનું નિર્માણ થઇ રહ્યું છે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પૂર્ણ થવાની તૈયારીમાં છે.
છેલ્લા વર્ષોના અવિરત પ્રયન્તોથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અત્યાર સુધી બે કરોડથી વધારે પાકા ઘરો ગરીબોને મળી ચૂક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ છેલ્લા ત્રણ વર્ષોમાં આશરે દોઢ લાખ કરોડ રૂપિયાની મદદથી એક કરોડ સત્તર લાખ ઘરો સ્વીકાર્યા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી 11 કરોડથી વધારે ખેડૂત પરિવારનો 1,80,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ રોકાણથી કૃષિ ક્ષેત્રમાં આજે મોટા બદલાવ જોવા મળી રહ્યા છે