પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું. તેઓએ નમસ્કારથી પોતાના ભાષણની શરૂઆત કરી અને જણાવ્યું કે હું લોકતંત્રની જનની ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છુ. ભારતની સેવા કરતાં મને 20 વર્ષ થઇ ગયા છે. અને એક ચા વાળો અહિયાં ચોથી વખત ભાષણ આપી રહ્યો છે. ભારતે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે
ભારતમાં 12 વર્ષના બાળકો માટે DNA વેક્સિન બની ગઈ
પ્રધાનમંત્રીએ કોરોના વાયરસની મહામારીના મુદ્દે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી વિશ્વ ભયંકર મહામારીનો સામનો કરી રહ્યું છે. તેમજ કોરોનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ પાઠવી. પીએમ એ જણાવ્યું કે અમે ભારતમાં જરૂરિયાતના લોકોને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે. 12 વર્ષના બાળકો માટે DNA રસી બની ગઈ છે. જયારે ઇન્ડિયાની પ્રગતી થાય છે ત્યારે વિશ્વની પ્રગતી થાય છે.
સેવા પરમોધર્મ સૂત્રમાં ભારત જીવે છે
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે વિશ્વનો દરેક છઠ્ઠો વ્યક્તિ ભારતીય છે. સેવા પરમોધર્મ સૂત્રમાં ભારત જીવે છે ભારતમાં 43 કરોડથી વધુ લોકોને બેંક સાથે જોડ્યા છે. ભારતમાં 3 કરોડ લોકોને પાકું ઘર મળ્યું છે. ભારતમાં અમે ડ્રોનથી મેપિંગ કરાવીને ઘર અને જમીનનો ડિજિટલ રેકોર્ડ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભારતમાં પહેલીવાર વીમા સુરક્ષા કવચ મળ્યું છે. 7 વર્ષમાં 43 કરોડ લોકો બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાયેલા છે.
પાકિસ્તાનનું નામ લીધા વગર પ્રહાર કર્યા
પીએમ એ જણાવ્યું કે આતંકવાદ મુદ્દે દુનિયાએ વિચાર કરવો પડશે. નામ લીધા વગર જ તેઓએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ ણ થવો જોઈએ. તેમજ દરિયાઈસીમાનો દુરઉપયોગ ન થવો જોઈએ.
અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો
અફઘાનિસ્તાનની જમીનનોઉપયોગ આતંકવાદ મુદ્દે ન થવો જોઈએ. અફઘાનમાં અલ્પસંખ્યકોની સુરક્ષા જરૂરી છે. તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયે અવાજ ઉઠાવવાની જરૂર છે. અફઘાનિસ્તાનમાં મહિલા અને બાળકોને સુરક્ષાની જરૂર છે.