જામનગરમાં તાજેતરમાં તા. 26-12-21ના રોજ ધો. 10 અને 12ની બોર્ડના છાત્રોનું પરીક્ષાનું ટેનશન દુર કરવા તથા હકારાત્મક તૈયારી માટેનું માર્ગદર્શન પુરું પાડવા પી.એચ. સોઢા કલાસીસના સોઢા તથા મગનભાઇ દ્વારા મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજેશભાઇ ગોંડલીયાના પ્રાસંગિક વક્તવ્ય બાદ જામનગરના જાણીતા મોટીવેશન સ્પીકર હિરેન માંડલીયા દ્વારા ‘ઉંચી ઉડાન’ વિષય પર મનોવૈજ્ઞાનિક ઢંગથી લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે કરવી? તે અંગે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અંતે હિરેન માંડલીયાએ વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ સંબધી પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતાં. જેમાં તેઓને પરીક્ષાની તૈયારી, વિષયોમાં ધ્યાન કેન્દ્રીત કરવાની વિવિધ પ્રયુક્તિઓ, પરીક્ષા સમયે તનાવ કેમ દૂર કરવો? છાત્રોએ શું શું ધ્યાન રાખવુ તથા છાત્રોએ પોતાની ક્ષમતા પ્રમાણે કઇ રીતે તૈયારી કરવી તેની મહત્વની ટિપ્સ આપવામાં આવી હતી. બે કલાક સુધી કાર્યક્રમમાં 360 ઉપરાંત વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનિય છે કે, હિરેન માંડલીયાએ આ અગાઉ મેમરી ક્ષેત્રે વિશ્ર્વ રેકોર્ડ બનાવી જામનગરનું ગૌરવ વધાર્યું છે.