Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરઝળતાં ઢોર મુદ્દે હાઇકોર્ટે સરકારને ફરી તતડાવી....!

રઝળતાં ઢોર મુદ્દે હાઇકોર્ટે સરકારને ફરી તતડાવી….!

ઢોરની સમસ્યા નહીં ઉકેલાય તો જવાબદાર ઠરશે કલેકટર, કન્ટેમ્પટની કાર્યવાહી પણ કરવામાં આવશે

- Advertisement -

રઝળતાં ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને ફરી એક વખત બરાબરની તતડાવી છે. હાઇકોર્ટે આજે સુનાવણી દરમ્યાન રીતસર રાજયસરકારનો ઉધડો લીધો હતો અને શખ્સ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, સરકારે ઢોર નિયંત્રણ માટે અત્યાર સુધી જે કંઇ પણ કહ્યું છે, તે માત્ર કાગળ ઉપર જ રહ્યું છે. જમીન ઉપર કોઇ અસરકારક કામગીરી જોવા મળતી નથી. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, રાજયમાં રઝળતાં ઢોરની સમસ્યા માટે જે તે કલેકટર જવાબદાર ઠરશે તેમણે ચેતવણી આપતાં જણાવ્યું કે, સમસ્યાના ઉકેલ માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેકટર સામે કન્ટેમ્પટની કાર્યવાહી પણ કરવામાં કરવામાં આવશે. આમ રઝળતાં ઢોર મુદ્દે હાઇકોર્ટ આજે આકરા પાણીએ જણાઇ હતી. બીજી તરફ બચાવની સ્થિતિમાં આવી ગયેલી સરકારે લુલો બચાવ કરતાં કહ્યું હતું કે, રઝળતાં ઢોર અંગે હવે 100 નંબર ઉપર પણ ફરિયાદ કરી શકાશે. ઉપરાંત ઢોરના ત્રાસ અંગે અલગ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે. તેમજ જે શહેરોમાં રઝળતાં ઢોરના હોટસ્પોટ હોય ત્યાં સીસીટીવી લગાવવામાં આવશે. હાઇકોર્ટની ફટકાર ગુજરાત સરકાર માટે જાણે રોજનું બની ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular