Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરેલવે કોલોનીના ક્વાર્ટરનો કબજો સોંપવાની કાર્યવાહીના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

રેલવે કોલોનીના ક્વાર્ટરનો કબજો સોંપવાની કાર્યવાહીના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી અંગેનો ઓર્ડર કરનાર અદાલતે જારી કરેલ ‘સ્ટે ઓર્ડર’ તા. 30-5-22 સુધી લંબાવી પણ આપ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે પણ સ્થાનિક અદાલતની કાર્યવાહી આગળ ચલવવા ‘રૂક જાવ’નો આદેશ ફરમાવ્યો

- Advertisement -

જામનગરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે કોલોનીના જુદા-જુદા ક્વાર્ટસ અંગે ધનશ્યામ રધુવીર મંદિર હસ્તે : હરસુખલાલ મોહનલાલ ારા જામનગરની અદાલતમાં અસંખ્ય જુદા-જુદા કેસ કરી રેલવે ક્વાર્ટસવાળી જગ્યાઓનો ખાલી કબજો મેળવવા અંગે કરેલ અદાલતી કાર્યવાહીઓ પૈકીના લાલજી કરશન વાધેલા સામેના કેસમાં અદાલતે ક્વાર્ટર ખાલી કરવા અંગે વોરંટ જારી કરવાનો હુકમ ર્ક્યા બાદ લાલજી કરશનના ક્વાર્ટર ખાલી કરવાના હુકમની કાર્યવાહી સામે તે જ અદાલતે વકીલ તખ્તાણીની રજુઆતોના આધારે તબ્બકાવાર તા.30.પ.ર0રર સુધીનો સ્ટે ઓર્ડર ફરમાવ્યા બાદ સ્થાનિક અદાલતના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ્ા ” િરવીઝન” રજુ કરવામાં આવતા છ દાયકા ઉપરાંત થી ચાલતા કેસ માં ગુજરાતની વડી અદાલતે સ્થાનિક અદાલતમાં ચાલી રહેલ કાર્યવાહી આગળ ચલાવવા સામે ક્વાર્ટર ના કબજેદાર તરફે ધારાશાસ્ત્રી તખ્તાણીની રજુઆતને ધ્યાને લઈ “સ્ટે-ઓર્ડર” ફરમાવતાં છ-છ દાયકાથી ચાલી રહેલ કાનુની લડત અત્યંત રસપ્રદ બની છે.

- Advertisement -

આ કેસની હકીક્ત એવી છે કે, ધનશ્યામ રધુવીર મંદિરના મેનેજર હરસુખલાલ મોહનદાસ દ્વારા સને-1962 માં યુનિયન ઓફ ઈન્ડિયા – રેલવે ડીપાર્ટમેન્ટ સામે જુના રેલવે સ્ટેશન નજીકના રેલવે ક્વાર્ટસ વાળી એકર-8 અને 32 ગુંઠાવાળી જગ્યા ઉપર સ્થિત રેલવે કોલોનીના ક્વાર્ટસ ખાલી કરવા અંગેની અદાલતી કાર્યવાહી જે-તે વખતે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યા બાદ, વેસ્ટર્ન રેલવે સહિત ક્વાર્ટસના કબજેદારો વચ્ચે સને-1971 માં સંમતિથી હુકમનામાઓ થયા હતાં. જેમાં ક્વાર્ટરના કબજેદારો સાથે લેખિત સમજુતીઓ અદાલતમાં રજુ થઈ જતાં તેવી સમજુતિઓ અદાલતી કાર્યવાહીનો ભાગ બની હતી.

ધનશ્યામ રધુવીર મંદિર સાથેના સને-1971 ના સમાધાન બાદ તેમની વરસો સુધીની નિષ્ક્રિયતા બાદ અચાનક સને-ર004 માં ફરીથી અદાલતી કાર્યવાહીનો દોૈર શરૂ કરી તમામ ક્વાર્ટસ ખાલી કરાવવા ધરાયેલ ગેરકાયદેસરની પ્રક્રિયાઓ પૈકીના ક્વાર્ટર નં. એલ/51/એ કે જે રેલવેના પૂર્વ કર્મચારી લાલજી કરશનના કબજામાં હોય તે અંગેના કેસમાં જામનગરના એડીશ્નલ સિનીયર સિવીલ કોર્ટ દ્વારા મજકુર ક્વાર્ટર ખાલી કરાવવા અંગેની પ્રક્રિયાના ભાગરૂપે સીપીસી ઓર્ડર 21, રૂ.3પ અન્વયે વોરંટ જારી કરી, કોર્ટ બેલીફને તે અંગે આગળની કાર્યવાહી કરવા હુકમ જારી કર્યો હતો. હુકમ સામે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કાનૂની કાર્યવાહી કરવા લાલજી કરશન તરફે નગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી એ વોરંટ જારી કરવાનો હુકમ કરનાર અદાલતે કેસને પુન: બોર્ડ પર લઈ હુકમની અમલવારી મોકુફ રાખવા ધારદાર રજુઆતો કરી હતી.

- Advertisement -

તા.30.05.2022 સુધી દસ હજાર રૂપિયા કોર્ટમાં જમા કરાવવા તથા હાઈકોર્ટમાંથી “સ્ટે” નો હુકમ મેળવવાના સૂચન સાથે “સ્ટે ઓર્ડર” લંબાવી આપેલ છે. ક્વાર્ટરના કબજેદાર લાલજી પરસોત્તમ તરફે ગુજરાતની વડી અદાલત સમક્ષ્ા રવીઝન અરજી રજુ કરતાં, પ્રાથમિક તબકકે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધનશ્યામ રધુવીર મંદિર ને નોટિસ જારી કરવાના ેહુકમ કરી જામનગરની સ્થાનિક અદાલતમાં ચાલી રહેલ કાનૂની કાર્યવાહી સ્થગિત કરતો”સ્ટે-ઓર્ડર” ફરમાવ્યો હતો.

આ કેસમાં ગુજરાતની વડી અદાલત સમક્ષ જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા સુકુમાર તીર્થાણી રોકાયા છે. જયારે સ્થાનીક અદાલત સમક્ષના “સ્ટે ઓર્ડર” ની કાર્યવાહીમાં ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી એન્ડ એસોસિએટ્સ, જીતેશ એમ઼ મહેતા સાથે ટ્રેઈની નેહાબેન કે.મંગે, શિવાની વાય. જોષી, મનિષા પી. ભાગવત, મુર્તઝા એચ. મોદી તથા સંજના એમ઼ તખ્તાણી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular