બકરીઇદ ઉત્સવના ઉજવણી વચ્ચે જીવદયા પ્રેમીઓની વ્હારે કોર્ટ આવી છે અને ભીંવડીમાં બકરી ઇદ નિમિત્તે અસ્થાયી કતલખાનાને પરવાનગી આપતા આદેશને હાઇકોર્ટે રદ કર્યો છે.
બકરીઇદ ઉજવણી માટે ભીંવડી નિઝામપુર કોર્પોરેશન દ્વારા 38 અસ્થાયી કતલખાનાને મંજૂરી આપી હતી. તેને લઇ ગૌ જ્ઞાન ફાઉન્ડેશન નામના એનિમલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન અને જીવમૈત્રી ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ અરજીમાં અબોલ પશુઓના હિતમાં નિર્ણય આપ્યો હતો અને કમિશનરે આપેલી કતલખાતાઓની પરવાનગીને ગેરકાયદેસર ગણી તેને રદ કરી હતી. આ આદેશથી બકરી ઇદના તહેવાર નિમિતે 1000થી વધુ પશુઓને જીવતદાન મળ્યું હતું. લાયસન્સ ધારક કતલખાનાની બહાર કોઇ પશુઓની કતલ નહીં થાય કોર્ટના આ આદેશથી જીવદયા પ્રેમીઓ તથા અહિંસા પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઇ હતી.