Friday, September 20, 2024
Homeરાજ્યગુજરાતNOC વગરની ઇમારતો સિલ કરવા હાઇકોર્ટનો આદેશ

NOC વગરની ઇમારતો સિલ કરવા હાઇકોર્ટનો આદેશ

જામનગર સહિતની રાજયની મહાપાલિકાઓને લાગુ પડી શકે છે આ આદેશ

- Advertisement -

રાજ્યમાં હવે ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈ હાઇકોર્ટે મોટો હુકમ કર્યો છે. હાઇકોર્ટે એનઓસી વગરની ઇમારતો સીલ કરવા એએમસીને હુકમ કર્યો છે. અમદાવાદમાં કેટલીય ઇમારતો અને રહેણાંક મકાનો પાસે ફાયર એનઓસી ન હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં આ આદેશ જામનગર સહિતની રાજયની અન્ય મહાનગરપાલિકાઓને પણ લાગુ પડી શકે છે. અમદાવાદ ઉપરાંત અન્ય શહેરી વિસ્તારમાં પણ સંખ્યાબંધ ઇમારતો એનઓસી વગરની છે. જેના માલિકો અને સંચાલકોમાં હાઇકોર્ટના આ આદેશને લઇને ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -

એક અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈ રજૂઆત કરી હતી. જે બાદમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોના આંકડા સાંભળી કોર્ટ પણ આશ્ર્ચર્યચકિત થઇ હતી. જેમાં અરજદારે રજૂ કરેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 1126 રહેણાંક બિલ્ડિંગ અને 26 કોમર્શિયલ બિલ્ડીંગો પાસે ફાયર એનઓસી નથી. અરજદારે હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોના રજૂ કરેલ આંકડાને લઈ હાઇકોર્ટે મોટો હુકમ કર્યો છે. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનને એનઓસી વગરની ઇમારતો સીલ કરવા હુકમ કર્યો છે. આ સાથે ફાયર સેફ્ટી ન હોય તેની સામે કડક પગલં લેવા હાઇકોર્ટે ટકોર કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular