Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતફાયર સેફટીનો અમલ ન કરતાં એકમોને તાત્કાલિક સિલ કરવા હાઇકોર્ટનો આદેશ

ફાયર સેફટીનો અમલ ન કરતાં એકમોને તાત્કાલિક સિલ કરવા હાઇકોર્ટનો આદેશ

રાજ્યની તમામ કોર્પોરેશન અને નગરપાલિકા સામે લાલઆંખ

- Advertisement -

રાજ્યમાં ફાયર સેફ્ટીના અમલ અને બીયુ પરમિશન મુદ્દે હાઇકોર્ટે લાલઆંખ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને ટકોર કરી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, ફાયર સેફ્ટી અને બી.યુ. વગરની ઇમારતો સીલ કરવામાં આવે. સુનાવણીમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરના એકમો સામે પગલા લેવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

આ અંગે એડવોકેટ જનરલે જણાવ્યું કે, ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરના એકમો સીલ કરવાથી ઘણી જગ્યાએ ઘર્ષણની સ્થિતિ થશે. જેથી વધુ કડક પગલાં ન લેતા જે એકમોમાં ઇઞ પરમિશન નથી તે એકમોમાં સામે પાણી,વીજ કનેક્શન કટ કરવા જેવી કામગીરી ચાલુ છે. જો એકમો બંધ કરવા સુધીના પગલા લેવામાં આવશે તો ઘર્ષણ થવાની સંભાવના છે.

હાઇકોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને ઇઞ પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને અવકાશ નથી અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે જ 8 જુલાઇ-2022 સુધી ફાયર સેફટીના અમલીકરણ માટે સમય આપવાની અરજી ફગાવી દીધી હોય તો, હાઈકોર્ટ તેનાથી ઉપરવટ કેમ જઈ શકે? રાજ્યમાં ઝડપથી ફાયર સેફ્ટીનો કડકાઇથી અમલ થાય તે જરૂરી છે.

ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે એક મહિના પહેલા સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકાર તરફથી પોતાના સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો કે, ઘણા સમયની કામગીરીથી મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં શાળા અને હોસ્પિટલોમાં અગાઉની સરખામણીએ સ્થિતિમાં સુધારો આવ્યો છે. 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 1024 એકમોને ફાયર ગઘઈ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular