જામનગરના જાણીતા સામાજીક કાર્યકર શૈલેષભાઈ ગઢવીના દિકરી હેત ગઢવી NIFT Hydrabad માં ટેકસટાઈલ ગ્રેજયુએશન બાદ મીલાન (ઈટલી) ખાતે ઈન્સ્ટીટયુટ મેરેંગોની સ્ટાઈલીસ્ટ અને કોસ્ચ્યુમ ડીઝાઈનીંગમાં માસ્ટર્સ કરી માદરે વતનમાં મુંબઈ ખાતે પોતાના અભ્યાસ બાદ કામ કરે છે ત્યારે બોલીવુડ ફેમ કોસ્ચ્યુમ ડીઝાઈનર નિહારીકા ભસીનની ટીમમાં જોડાઈ દિવાળીના તહેવારો નવી રીલીઝ થતી ફિલ્મ ભૂલભૂલૈયા 3 માં આસી. કોસ્ચ્યુમ ડીઝાઈનર તરીકે સ્ટારકાસ્ટના કોસ્ચ્યુમ્સ ડીઝાઈન કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરના અનેક કલાકારો વિવિધ કલાક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા દેખાડી ચૂકયા છે પણ લોકો જે કલાકારોની ફેશનને ફોલોઅપ કરે છે ત્યારે લોકો ભૂલભૂલૈયા 3 ના કલાકારોની ફેશનને ફોલોઅ કરશે ત્યારે ઉલ્લેખનીય છે કે આ કોસ્ચ્યુમ્સ કયાંયને કયાંય જામનગરની દિકરીએ ડીઝાઈન કરેલા છે.
આ પહેલા પણ હેત ગઢવી જેકી શ્રોફ ને ઈગર શ્રોફની ઉબેર એડ તેમજ બોલીવુડ મુવી અને વેબસીરીઝ જેવી કે ગેસલાઈટ, નવ શિખ્યા, ગોટ માં આસીસ્ટન્ટ કોસ્ચ્યુમ ડીઝાઈનર તરીકે કામ કરી ચૂકેલ છે. હેત ગઢવી આ ઉપરાંત પણ અનેક બોલીવુડ સેલીબ્રિટીશના કોસ્ચ્યુમ ડીઝાઈન કરી ચૂકયા છે જે સમગ્ર ગઢવી સમાજ અને જામનગર માટે ગૌરવની વાત છે.