Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતહવેથી શાળાની પ્રાર્થનામાં ગીતાજીના શ્લોકનો થશે સમાવેશ

હવેથી શાળાની પ્રાર્થનામાં ગીતાજીના શ્લોકનો થશે સમાવેશ

હવેથી ગુજરાતની શાળાઓમાં પ્રાર્થનામાં ગીતાજીના શ્લોકનો થશે સમાવેશ વિદ્યાર્થીઓને માટે સ્પર્ધાનું આયોજન 51 હજાર સુધીના ઈનામો અપાશે.

- Advertisement -

ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ગીતાનો સાર ભણાવાશે. શિક્ષણ વિભાગ દ્વારા આપેલા અભ્યાસક્રમમાં ગીતાના પાઠનો સમાવેશ થશે. અમદાવાદના ગ્રામ્ય જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય ક્ષેત્રની તમામ શાળાઓમાં પ્રાર્થનામાં ગીતાના 51 શ્લોકનો સમાવેશનો નિર્ણય કરાયો છે. ગીતાના માધ્યમથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો વિકાસ થાય અને મનોબળ મજબુત થાય તેવા ઉદેશ્યથી ગીતાજીના શ્લોકનો મોર્નિંગ પેપરમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ આ શ્લોકને સારી રીતે સમજી શકે તે માટે વીડિયો બનાવાઈ રહ્યા છે તેમજ તે અંગેનું મટીરીયલ તૈયાર થઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસના આ પ્રોજેકટનું લોકાર્પણ કર્યુ છે. વિદ્યાર્થીઓમાં શ્લોકને લઇને રૂચી વધે માટે સ્પર્ધા યોજાશે. જેમાં 51000 સુધીના ઈનામો તેમજ પ્રમાણપત્ર અપાશે. એનઈપી- 2020 ના પાઠયક્રમમાં ગીતાસારનો સમાવેશ કરાયો છે. ભગવતગીતામાં કોઇ એક ધર્મ નહીં દરેક ધર્મોનો સાર છે. જેમાં જીવન જીવવાની કળા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular