Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં હજુ પાંચ દી’ વરસશે ભારે વરસાદ

ગુજરાતમાં હજુ પાંચ દી’ વરસશે ભારે વરસાદ

જામનગર-દ્વારકા જિલ્લામાં 16 તારીખ સુધી ભારે અને 17-18 તારીખે અતિભારે વરસાદની સંભાવના

- Advertisement -

ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જે અનુસાર 16 તારીખ સુધી જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. જયારે 17 અને 18 તારીખે અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વેધર વોચ ગૃપની વિડિયો કોન્ફરન્સમાં રાજયમાં વરસાદની સ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

- Advertisement -

આઇએમડીના અઘિકારી મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.14/09/2021 થી તા.16/09/2021 એમ ત્રણ દિવસ જુનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે તથા દેવભુમી ઘ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા.17/09/21 થી તા.18/09/2021 સુઘી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં તથા મોરબી ,જામનગર,દેવભુમી દ્વારકા માં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી તા.16/09/2021 થી તા.18/09/2021 સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા.18/09/2021 થી તા.19/09/2021 સુઘી બનાસકાંઠા,પાટણ,નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ5રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવેલ છે કે, રાજયના 206 જળાશયોમાં 3,98,753 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 71.53% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ પર કુલ-65જળાશય, એલર્ટ પર કુલ- 05 જળાશય તેમજ વોર્નીગ 5ર-13 જળાશય છે.

- Advertisement -

એનડીઆરએફની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીરસોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. વઘુમાં ભટીંડા પંજાબથી આવેલ 05 ટીમ પૈકી 1- રાજકોટ,1-પોરબંદર,1- દેવભુમી દ્વારકા,2-જામનગર ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular