Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતભારે વરસાદના પરિણામે હાલારના એસટી વિભાગની 83 ટ્રીપ રદ

ભારે વરસાદના પરિણામે હાલારના એસટી વિભાગની 83 ટ્રીપ રદ

GSRTC એ ભારે વરસાદના પરિણામે જામનગરના 30 રૂટ બંધ કર્યા: દ્રારકાના 7 રૂટ બંધ કરવામાં આવ્યા: બન્ને જીલ્લાની કુલ 83 ટ્રીપ રદ થતા એસટી વિભાગને 3 લાખની ખોટ

- Advertisement -

બે દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના પરિણામે અનેક રસ્તાઓ બંધ થયા છે. સૌથી વ્દાહુ વરસાદ જામનગર જીલ્લામાં પડ્યો છે. ત્યારે એસટી વિભાગ દ્વારા જામનગર જીલ્લાના 30 રૂટ અને દ્વારકાના 7રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પરિણામે હાલારના એસટી વિભાગણી 83ટ્રીપ રદ કરવામાં આવી છે. પરિણામે એસટી વિભાગને અંદાજે 3લાખની ખોટ આવી છે.

- Advertisement -

ગુજરાતમાં ભારે વરસાદને લઇને GSRTCએ ગઈકાલથી જ રાજ્યના કુલ 55 રૂટ બંધ કર્યા છે. આજે સવારે 9વાગ્યા સુધીની સ્થિતિ મુજબ જામનગરના 30, દેવભૂમિ દ્વારકાના 7, જુનાગઢના 11, ભાવનગરના 5, બોટાદના 2 રૂટ બંધ કરવામાં આવ્યા છે. અતિ ભારે વરસાદના પરિણામે સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લો જામનગર છે.  જામનગર જીલ્લાની 75 ટ્રીપ બંધ થતાં એસટી વિભાગને સવા બે લાખ તથા દ્વારકા જીલ્લાની 8ટ્રીપ કેન્સલ થતા 75હજારનું નુકશાન થયું છે.

અંતે ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લામાં વરસાદના પરિણામે તમામ 25 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. જે પૈકી 17 ડેમ ઓવરફલો થઇ જતા પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગાઓ પાણીમાં ગરકાવ થઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular