ગુજરાતમાં અગામી 5દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ઉપલેટા, ભાવનગર,જસદણ, ગોંડલ સહીત નવસારી અને સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજકોટ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતાગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે. ગોંડલ તાલુકાના મોવિયા ગામે પાણીની સોલાર પર વિજળી પડી હતી.
જુઓ ઉપલેટામાં ધોધમાર વરસાદના દ્રશ્યો
ભાવનગરના ગારીયાધારમાં વરસાદ
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 8 સપ્ટેમ્બરે ભારે વારસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. પરિણામે ખેડૂતોમાં ફરીથી આશા જાગી છે.